યુવક પર પિતા-પુત્રનો છરી વડે હુમલો - At This Time

યુવક પર પિતા-પુત્રનો છરી વડે હુમલો


રાજકોટ,તા.10
ગોંડલ રોડ મહમદીબાગ શેરી નંબર.4માં રહેતા મુનાફભાઇ ઇમ્તીયાઝભાઇ ચંદાણી(ઉ.વ.27)એ ફરિયાદમાં ફઇનો પુત્ર અરબાઝ રસુલભાઇ ભાયાણી અને તેમના પિતા રસુલભાઇનું નામ આપતા તેઓ સામે મારકુટ અંગેની ફરિયાદ નોંધી છે.
મુનાફભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું મારા પરીવાર સાથે રહુ છુ અને ડ્રાઇવીંગ કામ કરૂ છું તથા હું મારા કાકા ફીરોઝભાઇ ના ઘરે રહુ છુ.ગઈકાલે બપોરના હુ મારા ઘરે મારા કાકાનો દીકરા મોસીનભાઇ ભીખુભાઇ ચંદાણી,મારા કાકા ભીખુભાઇ અબાસભાઇ ચંદાણી,મારા કાકા ફીરોઝભાઇ ઇબ્રાહીમભાઇ ચંદાણી સાથે હાજર હતો ત્યારે મારા ફઇ નો દીકરો અરબાઝ રસુલભાઇ ભાયાણી તથા તેના પિતા રસુલભાઇ બંને મારા ઘર ની બહાર આવેલ તેમજ મારા કાકા ના દીકરા મોસીનભાઇ ને તેમની સાથે વ્યવહાર ન હોય તેમજ અરબાઝ ના દાદીનું થોડા દિવસ પહેલા અવસાન થયું હતું.
તેમજ મારા કાકા ને તેમના ઘરે વ્યવહાર ન હોય જેથી ગયેલ ન હોય તેનો ખાર રાખી મારા કાકા મોસીનભાઇ સાથે આ અરબાઝ તથા તેના પિતા રસુલભાઇ ઝઘડો તેમજ ગાળાગાળી કરવા લાગવા હતા.તેમજ આ અરબાઝ ના હાથમાં છરી હોય અને મારા કાકા ના દીકરા મોસીનભાઇ ને મારવા જતા હુ વચ્ચે પડી છોડાવા જતા મને અરબાઝ ના હાથ મા રહેલ છરી મારા જમણા હાથ ના અંગુઠા થી ત્રીજી આંગળી મા લાગી જતા ચેકો પડી ગયો હતો તેમજ આ બંને મારી સાથે પણ જઘડો તેમજ ગાળા ગાળી કરવા લાગેલ હતા બાદ દેકારો થતા માણસો ભેગા થઇ જતા આ લોકો ત્યાંથી ભા ગી ગયેલ અને મને જમણા હાથ ની અંગુઠા થી ત્રીજી આંગણી મા ચેકો પડી ગયો હતો.જેથી સારવાર માટે સિવિલમાં ખસેડયો હતો.આ અંગે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.