અવધપાર્ક પાસેથી સ્લેબ ભરવાના મશીનની ઉઠાંતરી કરતાં તસ્કરો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/cwzk1c84vvya2llz/" left="-10"]

અવધપાર્ક પાસેથી સ્લેબ ભરવાના મશીનની ઉઠાંતરી કરતાં તસ્કરો


બાપાસીતારામ ચોક પાસે આવેલ અવધપાર્ક નજીક રાખેલ સ્લેબ ભરવાના મશીનની અજાણ્યાં તસ્કરો ઉઠાંતરી કરી જતાં ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી હતી. બનાવ અંગે ફરિયાદી મહેન્દ્રભાઇ સોમાભાઇ મકવાણા (ઉ.વ.35) (ઘંઘો મજુરી) (રહે.ઘરમનગર શેરી નં .1, કોઠારીયા ચોકડી)એ જણાવ્યું હતું કે,
હું સ્લેબ ભરવાનુ મજુરી કામ કરૂ છું અને સ્લેબ ભરવાનું મીકસર મશીન રૂ.90 હજારનું થોડા દિવસ પહેલા ખરીદેલ હતું જે ગઈ તા.11ના બાપાસીતારામ ચોક પાસે આવેલ અવધપાર્ક શેરી નં.1 માં રહેણાક મકાનનુ કામ ચાલતુ હોય ત્યાં મીકસર મશીન રાખેલ હતુ તેમજ બપોર ના બે વાગ્યે કામકાજ પુરૂ થતા મે મારૂ મીલર અવધપાર્કની આગળના ભાગે અર્જુનપાર્ક પાસે રાખી મારા ઘરે જતો રહેલ હતો.
જે બાદ તા.14ના સવારે મશીન લેવા આવતાં ત્યાં જોવા ન મળતાં આસપાસ ના વિસ્તારમાં તપાસ કરતાં ક્યાંય જોવા ન મળતાં સ્લેબ ભરવાનું મશીન રૂ.90 હજારની અજાણ્યાં શખ્સો ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે ફરિયાદ નોંધાતા તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ જે.એમ.ચુડાસમા સહિતના સ્ટાફે સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]