નકળંગ દેવંગી આશ્રમ ગોવિંદપુર ખાતે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન - At This Time

નકળંગ દેવંગી આશ્રમ ગોવિંદપુર ખાતે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન


નકળંગ દેવંગી આશ્રમ ગોવિંદપુર ખાતે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન

ધારી નકળંગ દેવંગી આશ્રમ ગોવિંદપુર ખાતે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન ધારી તાલુકાના ગોવિંદપુર (ગીર) ખાતે આવેલાં શ્રી નકળંગ દેવંગી આશ્રમ ખાતે સાધ્વી પુ. શ્રી ગીતામાતાજી ગુરુ શ્રી રાજેન્દ્રદાસબાપુ દ્વારા સ્વ.કુંવરબા બાવબાપુ ભટ્ટીના સ્મરણાર્થે તેમજ સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. વ્યાસપીઠ પરથી ભોજદે વાળા શાસ્ત્રીશ્રી રાકેશભાઈ પંડ્યા મધુર શૈલીમાં કથામૃત પાન કરાવી રહ્યા છે.સંતો, મહંતો, રાજકીય-સામાજીક આગેવાનો, આમંત્રિત મહેમાનો સહિત ગોવિંદપુરના ગ્રામજનો તેમજ આસપાસના વિસ્તારનાં ધર્મપ્રેમી ભાઈઓ-બહેનો આશ્રમના પ્રાકૃતિક પવિત્ર વાતાવરણમાં જ્ઞાનયજ્ઞનો લાભ લઈ રહ્યાં છે. દાતાશ્રીઓ સ્વ.લાભુબેનની સ્મૃતિમાં મનુભાઈ હરસુરભાઈ શેલાર (સાવરકુંડલા)નાથાભાઈ તથા અવસરભાઈ હરજીભાઈ તળાવિયા (ફાચરિયા), ધીરૂભાઈ હરસુરભાઈ મકવાણા (જરખિયા), ભીમભાઈ ભટ્ટી (ગોવિંદપુર), મધુભાઈ આહિર (સુરત), હિંમતભાઈ ડોડિયા (મુંબઈ) સહિતના સેવકોએ પારાયણ પ્રસાદ તેમજ ભજન-સત્સંગનો ધર્મલાભ લીધો છે. કથા-ભજન-ભોજનના કાર્યક્રમોને સફળ બનાવવા આશ્રમના સેવકો તથા મહિલા મંડળ જહેમત ઉઠાવી રહ્યા છે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.