બગસરા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ માં વાલી સંમેલન યોજાયું - At This Time

બગસરા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ માં વાલી સંમેલન યોજાયું


બગસરા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ માં વાલી સંમેલન યોજાયું

બગસરામાં વાલી સંમેલન યોજાય ગયું બાળ કેળવણી મંદીર અને વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા ના સંયુક્ત ઉપક્રમે, સ્લમ વિસ્તાર ના વિચરતી અને વિમુક્ત જાતિ ના સરાણીયા દેવીપૂજક સમાજના બાળકોના વાલીઓનું વાલી સંમેલન,૧૩ એપ્રિલ ના રોજ સ્વ દિપાબેન પ્રવીણભાઈ ઠક્કર ની ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે યોજાય ગયું. બાળ માનસ ના ઘડતરમાં વાલીઓની ભૂમિકા, બાળકો સાથે નું માં, બાપ નું વર્તન, આપણે આત્મ નિર્ભર કેવી રીતે બની શકીએ? દરેક વાલીઓએ પોતાના બાળકોના ભવિષ્ય માટે ચિંતિત રહેવું જોઈએ તેવું વિશ્વનિડમ રાજકોટ ના જીતુભાઈ એ જણાવેલ.તેમજ સ્લમ વિસ્તાર ના લોકો ના કલ્યાણ માટે સરકાર શ્રી ની ચાલતી વિવિધ પ્રકારની યોજનાઓ નો લાભ કેવી રીતે લય શકાય? આ યોજના ઓ દ્રારા આત્મનિર્ભર કેવી રીતે બની શકશે તે બાબતે પૂર્વ સંયુક્ત સમાજ કલ્યાણ નિયામક શ્રી હિતેન્દ્રભાઈ વાઘાણી એ માર્ગદર્શન આપેલ. સંસ્થા દ્વારા સ્લમ વિસ્તાર માં ચાલતાં સાત બાળ સંસ્કાર કેન્દ્ર નાં ૧૦૦ થી વઘારે વાલીઓ સહભાગી બનેલ તેમ દેવચંદ સાવલિયા ની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.