" બોટાદકર કોલેજમાં જુડો સ્પર્ધા યોજાઈ " - At This Time

” બોટાદકર કોલેજમાં જુડો સ્પર્ધા યોજાઈ “


બોટાદ ખાતે આવેલ કવિ શ્રી બોટાદકર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં 10 દિવસ માટે જુડો,કુસ્તી, કુરાશ અને ટેકવેન્ડો જેવી રમતોનો વિન્ટર કેમ્પ યોજવામાં આવેલ. જે અંતર્ગત આજરોજ તારીખ 15/11/22 ના જુડો સ્પર્ધા નું આયોજન બોટાદકર કોલેજમાં કરવામાં આવેલ. આ સ્પર્ધામાં કુલ 41 ખેલાડી ભાઈઓ બહેનોએ ભાગ લીધેલ. સ્પર્ધાની શરૂઆત કોલેજના ટ્રસ્ટી શ્રી ડી. એમ. પટેલ, કૉલેજ નાં પ્રિ. ર્ડો. અનિરુદ્ધસિંહ મકવાણા, દિવ્ય ભાસ્કરના પ્રતિનિધિ શ્રી કેતનસિંહ પરમાર તથા પ્રો. ર્ડો. રેખાબા પરમાર દ્વારા દીપ પ્રાગટ્ય કરી સ્પર્ધાની શરૂઆત કરવામાં આવેલ સમગ્ર સ્પર્ધાનું આયોજન લાયન સ્પોર્ટ્સ એન્ડ એજ્યુકેશનલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કોચશ્રી કિરણભાઈ મોરી, ઈસ્માઈલ ભાઈ સુરત વાલા અને ચેખલિયા રણજીતભાઈ ના સહકારથી કરવામાં આવેલ. આ સ્પર્ધામાં જીતેલા ખેલાડીઓ ટૂંક સમયમાં જુડો સ્ટેટ ટુરનામેન્ટ રમવા જશે પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમ પ્રાપ્ત કરનાર સમગ્ર ખેલાડીઓને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.