ધંધુકા બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્ર દ્વારા 87મી ત્રિમૂર્તિ શિવ જયંતિ ની દબદબા ભેર ઉજવણી કરાશે. - At This Time

ધંધુકા બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્ર દ્વારા 87મી ત્રિમૂર્તિ શિવ જયંતિ ની દબદબા ભેર ઉજવણી કરાશે.


અમદાવાદ જિલ્લાના ધંધુકા બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્ર દ્વારા 87મી ત્રિમૂર્તિ શિવ જયંતિ ની દબદબા ભેર ઉજવણી કરાશે.
ધંધુકા ના મહાત્માનગર અને પંથકના જાળીયા ગામે ઈશ્વરીયા જ્ઞાન સપ્તાહ સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન જેનો લાભ લેવા અપીલ કરાઈ.
અમદાવાદ જિલ્લાના ધંધુકા પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીયા વિદ્યાલય માઉન્ટ આબુ ના ભાવનગર હસ્તકના ધંધુકા તાબા ના બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્ર દ્વારા અખિલ ગુજરાત 87મી ત્રિમૂર્તિ શિવ જયંતિની દબદબા ભેર ઉજવણી કરવામાં આવી છે જે કાર્યક્રમ પ્રસંગે વિવિધ ધાર્મિક આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
અખિલ ગુજરાત 87મી ત્રિમૂર્તિ શિવ જયંતિ પ્રસંગે અમદાવાદ જિલ્લાના ધંધુકા પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્ર દ્વારા તારીખ 18મી ફેબ્રુઆરીને શનિવારથી તારીખ 28ની ફેબ્રુઆરીને મંગળવાર સુધી ધંધુકાના મહાત્માનગર સોસાયટી કોલેજ રોડ ખાતે સાંજે 5 થી 6 વાગ્યા સુધી ઈશ્વરીયા જ્ઞાન સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શિવ શંકરજીની ચૈતન્ય ઝાંખી દર્શન આરતી ગાન સાંસ્કૃતિક કાર્યક્રમ ઉપરાંત આધ્યાત્મિક જ્ઞાન સપ્તાહ સાથે ગીત સંગીત દ્વારા ઈશ્વરીય યોગ આનંદ અનુભૂતિ સહિતના કાર્યક્રમો યોજાશે.
ધંધુકા તાલુકાના જાળીયા ગામે 87મી ત્રિમૂર્તિ શિવ જયંતિ પ્રસંગે તારીખ 20 મી ફેબ્રુઆરી સોમવારે શક્તિમાં ના ચોક નવરાત્રી ચોક ખાતે રાત્રે 8 થી 10:30 કલાક સુધી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે કાર્યક્રમ અંતર્ગત જાળીયા ગામ ખાતે તારીખ 20 મી ફેબ્રુઆરી થી તારીખ 3 જી માર્ચ શુક્રવાર સુધી ફક્ત એક કલાક રાત્રે 8:30 થી 9:30 કલાક સુધી ઈશ્વરીય જ્ઞાન સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી તેનો લાભ લેવા ધંધુકા બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

રીપોર્ટર : સી કે બારડ પતંજલિ સ્ટોર

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.