આજરોજ સાબરકાંઠા જિલ્લા ના કોંગ્રેસ પક્ષના આગેવાનો તેમજ દરેક સમાજના વડીલો દ્વારા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું - At This Time

આજરોજ સાબરકાંઠા જિલ્લા ના કોંગ્રેસ પક્ષના આગેવાનો તેમજ દરેક સમાજના વડીલો દ્વારા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું


આજરોજ સાબરકાંઠા જિલ્લા ના કોંગ્રેસ પક્ષના આગેવાનો તેમજ દરેક સમાજના વડીલો દ્વારા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું

બિલકીસબાનુના ગેંગરેપ તેમજ તેમની કુટુંબીજનોની હત્યા કરનાર આરોપીઓને છોડી મુકવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું

સાબરકાંઠાજીલ્લાના મુસ્લીમ સમાજના આગેવાનો તેમજ દરેક સમાજના વડીલો તેમજ કાર્યકર્તાઓ હાજર રહી આ આવેદનપત્ર આપી જણાવ્યું કે આપણા વડાપ્રધાનશ્રીએ ૧૫ મી ઓગષ્ટ ૨૦૨૨ ના રોજ લાલકિલ્લા ઉપરથી દેશને સંબોધીત કરેલ અને જેમાં મહિલા સશકતીકરણ અને મહિલા સંમાન બાબતે પણ પોતાના ભાષણમાં ઉલ્લેખ કરેલો અને તે રીતે દેશમાં મહિલાઓનો વિકાસ થાય તે પ્રકારે દેશમાં કાર્ય કરવામાં આવે તેવી લાગણી સાથે દેશને સંબોધન કરેલ.માનનીય વડાપ્રધાનશ્રીના આવા સંબોધન બાદ થોડાજ કલાકોમાં સને ૨૦૦૨ માં થયેલ ગુજરાતમાં કોમી રમખાણો દરમિયાન બિલકીસબાનુ કે જે સગર્ભા હતી તેની સાથે ૧૧ જેટલા નરાધમોએ સામુહીક બળાત્કાર કરેલ અને તેના ત્રણ વર્ષના બાળકને રોડ ઉપર પટકીને તેનુ મોત નિપજાવેલ અને બિલકીસબાનુના કુટુંબના ૭ સભ્યોની પણ હત્યા કરેલ તો તે તમામ આરોપીઓને નામદાર કોર્ટે આજીવન સજા ફરમાવેલ હોવા છતાં ૧૫ મી ઓગષ્ટ -૨૦૨૨ ના રોજ ગુજરાત સરકાર ધ્વારા આ નરાધમ ૧૧ આરોપીને છોડી મુકવા માટેનો નિર્ણય કરેલ છે.જે ગુજરાત સરકારના નિર્ણય ઉપર પુનઃ વિચારણા કરવા અને તે માટે અમારી રજુઆત અમો.રાજયપાલ મારફતે ભારત દેશના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદિ મુર્મુ સાહેબશ્રીને મોકલી આપવા તેવી રજૂઆત કરવામાં આવી
આ પ્રસંગે જીલ્લા કોંગ્રેસ માઇનોરિટી પ્રમુખ અશરફ ભાઇ ઇમરાન દાવડા લાલસિંહ પરમાર શહેર પ્રમુખ પ્રિયવદન પટેલ મુદ્દસર વિજાપુરા દાઉદ મન્સુરી ટી વી પટેલ સાજીદ રેવસિયા કુમાર ભાટ યુસુફભાઇ બચ્ચાં વિગેરે આગેવાની ઉપસ્થિત રહ્યાં હતા

આબીદઅલી ભુરા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.