આપ'ના ભાવનગર લોકસભા ઉમેદવાર ઉમેશભાઈ મકવાણાએ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા. - At This Time

આપ’ના ભાવનગર લોકસભા ઉમેદવાર ઉમેશભાઈ મકવાણાએ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા.


નેક નામદાર મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીને ભાવનગર ખાતે ફુલહાર અર્પણ કરીને અને આશીર્વાદ લઇને ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા: ઉમેશ મકવાણા

આમ આદમી પાર્ટી લોકસભાની ચૂંટણી ખૂબ જ મજબૂતાઈથી લડવા જઈ રહી છે: ઉમેશ મકવાણા ભાવનગર જિલ્લા અને શહેર સંગઠન માં ખુશીની લહેર જોવા મળી,સંગઠન દ્વારા ઉમેશભાઈ મકવાણાને જંગી લીડથી જીતાડવાની આપી ખાત્રી ભાવનગરના કોળી સમાજ સમૂહ લગ્ન પ્રસંગે નવદંપત્તિને આશીર્વાદ આપ્યા અને કોળી સમાજ દ્વારા ઉમેશ મકવાણાને જંગી બહુમતીથી વિજય બનાવવા હુંકાર કર્યો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને ભાવનગર લોકસભાના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણાએ ભાવનગર ખાતે સંકલન બેઠકમાં હાજરી આપી હતી આ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લા તેમજ શહેર સંગઠનના હોદ્દેદારો, પદાધિકારીઓ, મહિલા સંગઠન, SM ટીમ, યુવા ટીમ તેમજ તમામ સેલના હોદેદારો અને કાર્યકર્તા મિત્રો સર્કિટ હાઉસ ખાતે ઉપસ્થિત રહ્યા હતા આ દરમિયાન ઉમેશભાઈ મકવાણાએ પોતાની વાત કરતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી ભાવનગર શહેર સંગઠન દ્વારા "આપ" બોટાદ ધારાસભ્ય અને ભાવનગર લોકસભા I.N.D.I.A ગઠબંધનના ઉમેદવાર તરીકે મારું નામ જાહેર થતા, આજ રોજ આમ આદમી પાર્ટી ભાવનગર શહેર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું નેક નામદાર મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીને ભાવનગર ખાતે ફુલહાર અર્પણ કરીને અને આશીર્વાદ લઇને ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીએ અગાઉ ભરૂચ અને ભાવનગર લોકસભાના ઉમેદવારની જાહેરાત કરી હતી. આમ આદમી પાર્ટી લોકસભાની ચૂંટણી ખૂબ જ મજબૂતાઈથી લડવા જઈ રહી છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં લોકસભા ચૂંટણી જીતવા જઈ રહી છે.ભાવનગર લોકસભાના ઉમેદવાર તરીકે ઉમેશ મકવાણાનું નામ જાહેર થતા ભાવનગર જિલ્લા અને શહેર સંગઠનમાં ખુશીની લહેર છવાઈ હતી અને જંગી બહુમતીથી વિજયી બનાવવા હુંકાર કર્યો હતો ઉમેશ મકવાણા કોળી સમાજ ભાવનગત દ્વારા આયોજિત સમૂહ લગ્ન પ્રસંગે પણ હાજરી આપી અને સમુહલગ્ન સમિતિના આયોજકોનું સન્માન કર્યું હતું અને આ પ્રસંગે પણ લોકોમાં ખુબ ઉત્સાહ જોવા મળ્યો હતો અને ઉમેશ મકવાણાને જંગી લીડથી ભાવનગર લોકસભા જીતાડવાનો હુંકાર કર્યો હતો.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.