મહીસાગર જીલ્લામાં કમોસમી માવઠાએ ખેડુતોને રાતા પાણીએ રડાવ્યા

મહીસાગર જીલ્લામાં કમોસમી માવઠાએ ખેડુતોને રાતા પાણીએ રડાવ્યા


મહીસાગર જિલ્લામાં શુક્રવારે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો હતો. આકાશમાં વાદળોની સાથે દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ છવાયેલું હતું. ત્યારે મોડી સાંજ બાદ એકાએક આકાશમાં કાળા વાદળો ઘેરાયા હતા. મધ્યરાત્રીએ લુણાવાડા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો. જેને લઇ ખેતીના પાકોને નુકસાન પહોંચ્યું છે. એક તરફ રવિ સીઝનના પાકો તૈયાર થઈ ચૂક્યા છે અને તેની કાપણી ચાલુ છે. તો બીજી બાજુ કેટલાક ખેતરોમાં તૈયાર થયેલો પાક ઉભો છે.

તેવામાં આફત બની વરસેલા કમોસમી વરસાદે ખેડૂતની મહેનત ઉપર પાણી ફેરવ્યું છે. તો કેટલીક જગ્યાએ ઝાડ પડ્યા તો કેટલીક જગ્યાએ વીજ પોલ પડતા મકાનોને નુકશાન થયું છે. માર્ચ મહિનામાં સતત વાતાવરણમાં પલટો અને કમસમી વરસાદથી ખેડૂતને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.જ્યારે જીલ્લામાં બે દીવસ થી કડાકા અને ભડાકા સાથે વરસાદનુ આગમન થતા ખેડુતોને પણ ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો.
9925468227


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »