રાજકોટ : ડેપ્યુટી મેયર પદે કંચન સિદ્ધપુરાની વરણી, પાણીના પ્રશ્નોને પ્રાધાન્ય આપવાની આપી ખાતરી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/crfqhvqp3fenup4s/" left="-10"]

રાજકોટ : ડેપ્યુટી મેયર પદે કંચન સિદ્ધપુરાની વરણી, પાણીના પ્રશ્નોને પ્રાધાન્ય આપવાની આપી ખાતરી


રાજકોટમાં આજે મનપાની જનરલ બોર્ડની બેઠક મળવાની છે. તે પહેલાં સંકલનની બેઠક મળી હતી. સંકલનની બેઠકમાં ડેપ્યુટી મેયર પદ માટે કંચન સિદ્ધપુરાની નિમણુક કરવામાં આવી છે.
રાજકોટમાં ડે.મેયર પદ પર ડો.દર્શિતા શાહ ચૂંટાતા હતા. જોકે ત્યારબાદ તેઓ ધારાસભ્ય બનતા પાર્ટીના આદેશ બાદ ડે.મેયર પદ પરથી રાજીનામું આપ્યું હતું. ત્યારથી અત્યાર સુધી ડે.મેયરનું પદ ખાલી હતું. અનેક નામોની અટકળો સેવાઈ રહી હતી. ડો.દર્શના પંડ્યા અથવા વર્ષા રાણપરા નવા ડે.મેયર પદ પર આવશે તેવી અટકળોએ જોર પકડયું હતું. જોકે આ તમામ અટકળોનો આજે અંત આવ્યો છે અને નવા ડે.મેયર તરીકેનું નામ જાહેર કરવામાં આવ્યું છે. ડેપ્યુટી મેયર પદ પર કંચનબેન સિદ્ધપુરાનું નામ આજે જાહેર કરવામાં આવ્યું છે. આજે રાજકોટ મનપાની જનરલ બોર્ડ મળવાની છે. તે પહેલાં મળેલી સંકલનની બેઠકમાં ડેપ્યુટી મેયર પદ પર કંચનબેન સિદ્ધપુરાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. કંચનબેન સિદ્ધપુરા સપ્ટેમ્બર સુધી ડે.મેયર પદ માટે ચુંટાયા છે. આજે કંચનબેન સિદ્ધપુરાની ડેપ્યુટી મેયર પદ માટે વરણી થતા વિકાસના કામો પર ધ્યાન દેવાની, ઉનાળામાં પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]