જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઇડર ખાતે રાજ્યકક્ષાના કલા ઉત્સવ અંતર્ગત સંગીત ગાયન -વાર્તા સ્પર્ધા - At This Time

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઇડર ખાતે રાજ્યકક્ષાના કલા ઉત્સવ અંતર્ગત સંગીત ગાયન -વાર્તા સ્પર્ધા


જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઇડર ખાતે રાજ્યકક્ષાના કલા ઉત્સવ અંતર્ગત સંગીત ગાયન -વાર્તા સ્પર્ધા કાર્યક્રમનું ૧૨ જાન્યુઆરી યુવા દિને સમાપન
*****

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઇડર સાબરકાંઠા દ્વારા આયોજિત આઝાદીકા અમૃત મહોત્સવ અને હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત રાજ્ય કલા ઉત્સવ અને નિપુણ ભારત અન્વયે ગિજુભાઈ બધેકાની જન્મ જયંતિ અવસરે રાજ્ય કક્ષા વાર્તા કાર્યક્રમ ૨૦૨૨-૨૩ ઇડર ખાતે યોજાયો હતો. જેનું ઉદઘાટન રાજ્યના આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણમંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરના હસ્તે રાજ્યકક્ષાના કલા ઉત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જે કાર્યક્રમનું આજે ૧૨મી જાન્યુઆરી સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ યુવા દિને ઉત્સાહભેર સમાપન કરવમાં આવ્યું હતું. ઇડર ડાયટના પ્રાચાર્ય ડૉ.કે.ટી પુરણીયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ સુચારુ રીતે સંચાલન કરી સંપન્ન કરવમાં આવ્યો હતો.
રાજ્યકક્ષાના કલા ઉત્સવમાં વિધ્યાર્થીઓના સર્વાંગી વિકાસ થાય તે માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યુ હતુ. સંગીત ગાયન સ્પર્ધામાં પ્રાથમિક વિભાગમાં પ્રથમ ક્રમે દ્રસ્ટી જાદવ સાબરકાંઠા, દ્વિતીય ક્રમે દિવ્યા પટેલ કચ્છ અને તૃતિય ક્રમે નિત્યા જિકાંદ્રા ભાવનગર વિજેતા થયા હતા. માધ્યમિક વિભાગમાં આચાર્ય નેહાબેન પાટણ, કિંજલ જાધવ વડોદરા અને સમિયા મુલતાની સુરત તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં સાક્ષી પ્રજાપતિ, હિમાંશુ મોઢ કચ્છ અને તંવી ઠાકોર મહેસાણા વિજેતા થયા હતા. રાજ્યકક્ષાના વાર્તા સ્પર્ધામાં ૩-૫ પ્રિપેરેટરી સ્ટેજમાં પ્રથમ ક્રમે વિભુતિ જોશી,દ્વિતીય ક્રમે ધાર્મિ વાઘેલા અને તૃતીય ક્રમે કિંજલ પરમાર તેમજ ૬-૮ મિડલ સ્ટેજમાં અબ્દુલહક સાલેહ, સંજના પરમાર અને મનાલી વેકરીયા વિજેતા થયા હતા. નિર્ણાયકો દ્વારા બાળકોની કૃતિને ઝીણવટ પુર્વક નિરીક્ષણ કરી વિજેતા જાહેર કર્યા હતા.
આ પ્રસંગે નાયબ નિયામક વસ્તી શિક્ષણ ગાંધીનગરના દર્શનાબેન જોષી, સિનિયર લેક્ચરર અશ્વિનભાઇ પટેલ, શ્રી મદનસિંહ ચૌહાણ, પ્રાધ્યાપકો, એવોર્ડ વિજેતા શિક્ષક જ્યંતિભાઇ વાઘેલા, ભણેદ્રા પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી હરીશ દરજી અને મોટી સંખ્યામાં વિધાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.