મુખ્યમંત્રીએ ડ્રોનથી ખેતરમાં દવા છાંટવાના પ્રોજેક્ટનો આરંભ કરાવ્યો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/cm-gujarat-launch-agri-drone-to-spray-pesticides-on-crom/" left="-10"]

મુખ્યમંત્રીએ ડ્રોનથી ખેતરમાં દવા છાંટવાના પ્રોજેક્ટનો આરંભ કરાવ્યો


કૃષિ વિમાન તરીકે ઓળખાનારી યોજના હેઠળ ગુજરાતના ૩૨ જિલ્લા માટે ૩૨ ડ્રોનની ફાળવણી કરવામાં આવી(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શુક્રવારગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ડ્રોનની મદદથી ખેતરમાં દવાનો છંટકાવ કરવાના ભારતના સૌથી મોટા પ્રોજેક્ટનો ગાંધીનગર નજીક મોટા ઇસનપુર ગામથી આરંભ કરાવ્યો છે.આ પ્રસંગે બોલતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ખેડૂતોની આવક બમણી કરવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સપનાંને સાકાર કરવા ગુજરાત સતત સક્રિય છે. આ માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ખર્ચ ઘટાડવાનો અને ઉત્પાદકતા વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.ખેડૂતોને પણ ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અવસર મળે તે માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ગુજરાતનો કૃષિ વિકાસ પણ દેશના વિકાસનું ગ્રોથ એન્જિન તરીકે ગુજરાતને વધુ સંગીન સ્થિતિમાં મૂકવા મદદ કરશે. કૃષિ ક્ષેત્રના વિકાસ માટે ટેક્નોલોજીનો સ્વીકાર કરીને કૃષિ વિકાસના પથ પર આગળ વધવાના સરકારના ઇરાદાને સ્પષ્ટ કર્યો છે. આ યોજના હેઠળ ખેતરમાં જીવાત પડી જતાં ડ્રોનથી દવાનો છંટકાવ કરાવનારાઓને એકરદીઠ રૃા. ૫૦૦ની સબસિડી આપવાની પણ જાહેરાત કરી છે. દવા ઉપરાંત ખેતરમાં નેનો યુરિયાનો છંટકાવ કરવાની કામગીરી પણ ડ્રોન કરી આપશે. કૃષિ વિમાન યોજના હેઠળ ગુજરાતના ૩૨ જિલ્લા માટે ૩૨ અલગ ડ્રોન ફાળવવામાં આવ્યા છે. જીવાત મારવાની દવા ઉપરાંત નેનો યુરિયા અને અન્ય કેમિકલનો છંટકાવ પણ કરી શકાશે. આ પ્રોજેક્ટનો અમલ થતાં પાણીની ૯૦ ટકા બચત થશે. તેમ જ દવાના છંટકાવ માટે કરવા પડતા ખર્ચમાં ૯૦ ટકા સુધીની બચત થશે. તેમ જ દવાનો છંટકાવ કરવા માટે થતાં ખર્ચમાં ૨૫ ટકાનો ઘટાડો થશે. એક એકર જમીનમાં દવા અને ખાતર છાંટવાની કામગીરી માત્ર ૫થી ૭ મિનિટમાં પૂરી તઈ જશે. તેમ જ શ્રમિકો ન મળવાની સમસ્યાને કારણે ખોરવાઈ જતાં ખેતીના કામ ખોરવાઈ જતાં અટકી જશે. ગુજરાતના ખેડૂતોને ખાતર નાખવા માટે અને દવાનો છંટકાવ કરવા માટેના ઓછામાં ઓછા ખર્ચના આ પ્રોજેક્ટમ માટેના ટેન્ડર ડૉ. શંકર ગોએન્કા, શીતલ અગ્રવાલ અને પી.આર. કાંકરિયાને એલોટ કરવામાં આવ્યા છે.જંતુનાશક દવાઓ માનવની મદદથી છાંટવાને કારણે તે શ્વાસોચ્છવાસમાં જવાથી આરોગ્ય પર અવળી અસર પડે છે. આ અવળી અસરથી શ્રમિકોને રાહત મળશે. આ સિવાયના એક ફાયદાની વાત કરતાં જણાવવામાં આવ્યુ ંહતું કે ખેતી કામ દરમિયાન સર્પદંશના બનતા કિસ્સાઓમાં અંદાજે ૫૦,૦૦૦ જેટલા ખેડૂતોના મરણ થાય છે. આ મરણની સંખ્યા પર અંકુશ આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]