ઈસનપુર પોલીસ સ્ટેશન દ્વાર e - FIR વિષે આયોજીત કાર્યક્રમમાં શાળાના વિધાર્ધીઓ ને સમજ આપવામાં આવી.

ઈસનપુર પોલીસ સ્ટેશન દ્વાર e – FIR વિષે આયોજીત કાર્યક્રમમાં શાળાના વિધાર્ધીઓ ને સમજ આપવામાં આવી.


ગુજરાત સરકાર ગૃહ વિભાગ દ્વારા પ્રજાના હિતમાં અને પોલીસની કામગીરીને પારદર્શિતા,અદ્યતન અને સ્માર્ટ રીતે પ્રજાલક્ષી કામગિરીનું ઉત્તમ ઉદાહરણ એટલે e - FIR, ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં એક આગવી ઓળખ ઊભી કરતી કામગિરી ને પ્રજાજનો એ આવકારી છે અને આ e - FIR ની સમજ આપવા માટે ગામ, તાલુકા, જિલ્લા કક્ષાએ પોલીસ સ્ટેશનો દ્રારા પ્રજા ને માહિતગાર કરવા કાર્યક્રમો નું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે,

અમદાવાદ શહેર અને અમદાવાદ ગ્રામ્ય ના અનેક પોલીસ સ્ટેશનો દ્વારા આ બાબતે કાર્યક્રમો આયોજીત કરવામાં આવ્યાં છે,

અમદાવાદ ના ઈસનપુર પોલીસ સ્ટેશન દ્વારા સૌરાષ્ટ્ર પટેલ ની વાડીમાં e - FIR અંગે ૪ ઓગસ્ટ ૨૦૨૨ ના રોજ આયોજીત કાર્યક્ર્મ માં સ્થાનિકો , શાળાના બાળકોને ઉચ્ચ પોલીસ અધિકારીઓ જેમા સેક્ટર - ૨ ગૌતમ પરમાર, ઝોન ૬ DCP મુનીયા, ACP રાજપાલસિંહ રાણા ઈસનપુર પો.સ્ટે ના પ્રથમ P I દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું,

આ ઈસનપુર પોલીસ દ્વારા આયોજીત e - FIR કાર્યક્રમમાં મણિનગર વિધાનસભા ના MLA સુરેશભાઈ પટેલ અને ઈસનપુર વિસ્તારના કોર્પોરેટરો સહીત ઈસનપુર પોલીસ કર્મચારીઓ હાજર રહ્યાં હતાં.

Report by :- Keyur Thakkar

Ahmedabad


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »