આગામી તહેવારોને ધ્યાનમાં રાખી રસ્તાના પેચ વર્કના કામો વહેલી તકે પૂર્ણ કરવા મ્યુની કમિશનરની સૂચના - At This Time

આગામી તહેવારોને ધ્યાનમાં રાખી રસ્તાના પેચ વર્કના કામો વહેલી તકે પૂર્ણ કરવા મ્યુની કમિશનરની સૂચના


વડોદરા,તા.03 ઓગષ્ટ 2022,બુધવારવડોદરા કોર્પોરેશનની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રોડ રસ્તાનું કાર્પેટિંગ, પેચવર્ક તથા શ્રીજી વિસર્જન સંદર્ભે અધિકારીઓ પદાધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી જરૂરી નિર્ણય લેવામાં આવ્યા છે. આજરોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રિન્સિપલ કમિશનરની અધ્યક્ષતામાં અધિકારીઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આગામી દિવસોમાં દશામાં વિસર્જન તથા આવનારા દિવસોમાં ગણેશ ઉત્સવ વિસર્જન અંગે કૃત્રિમ તળાવ સહિત ની કામગીરી અંગેની ચર્ચા કરવામાં આવી હતી સાથે જ પાલિકા દ્વારા શહેરના રોડ રસ્તાઓમાં જે ખાડાઓ પડી ગયા છે તેના માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવા માટે કામગીરી કરવા માટે તૈયારીઓ કરવામાં આવી છે જે અંતર્ગત 24 કલાક કોન્ક્રીટ મિક્સ મિક્સ રાખીને કર્મચારીઓને દિવસ અને રાત એમ બે શિફ્ટમાં કામગીરી કામગીરી શહેરના રોડ રસ્તાઓનું પુરાણ કરવા સૂચના આપવામાં આવી છે સાથે જ ગણપતિ વિસર્જન સમયે આ વખતે સરકાર દ્વારા છૂટછાટો આપવામાં આવી છે તેના કારણે તેના કારણે આ વખતે 5 થી 10 ફૂટની પ્રતિમાઓ વિસર્જન કેવી રીતે કરવું કેવી રીતે કરવું તે અંગેની મેયર સાથે ચર્ચા કરવામાં આવી રહી છે અંગેની વિસ્તૃત જાણકારી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુધીર પટેલ દ્વારા આપવામાં આવી હતી. જ્યારે મા દશામા તથા શ્રીજી પર્વ દરમ્યાન પ્રતિમાના વિસર્જન અંગે આગામી બે દિવસમાં કોર્પોરેશન સત્તાવાર ગાઈડલાઈન જાહેર કરશે તેવું મેયરએ જણાવ્યું છે.આમ તહેવારો માથે હોય હજુ સુધી ચોક્કસ આયોજન ઊભું કરવામાં તંત્ર વિલંબ દાખવતા ભક્તો અસમંજસમાં મુકાયા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.