જસદણ રામમય બની રહ્યું છે અને રેહશે: સામાજિક કાર્યકર અમરશી રાઠોડ - At This Time

જસદણ રામમય બની રહ્યું છે અને રેહશે: સામાજિક કાર્યકર અમરશી રાઠોડ


જસદણ રામમય બની રહ્યું છે અને રેહશે: સામાજિક કાર્યકર અમરશી રાઠોડ

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
આગામી તા.૨૨ જાન્યુઆરીના રોજ રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે દેશના ડાયનેમિક વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સંતો મહંતો અને મહાનુભવોની ઉપસ્થિતિમાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે ત્યારે જસદણના સામાજિક કાર્યકર તળપદા કોળી અમરશીભાઈ રાઠોડએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે આગામી તા. ૨૨ જાન્યુઆરીના રોજ જસદણના હજજારો રામ ભક્તોની આસ્થા પુર્ણ થવા લાગી છે ત્યારે છેલ્લાં એક માસથી વિવિધ સંતો મહંતો સંસ્થાઓ કાર્યકરો મહાનુભવો પોત પોતાની રીતે કામે વળગી ૨૨ તારીખે અનેક આયોજન કર્યા છે હિન્દુ સમાજએ પ્રભુ શ્રી રામનો પુનઃ નીજ મંદિરમાં પ્રવેશ અંગે અનેરો થનગનાટ પ્રવર્તી રહ્યો હોવાનું અમરશી રાઠોડએ જણાવ્યું હતું વધુમાં તેમણે જણાવ્યું હતું કે પ્રભુ શ્રી રામનો ઉત્સવ ઉજવવા માટે આખું જસદણ થનગની રહ્યું છે તે નિમિતે અનેક આયોજનો થયા અને હવે અનેક કાર્યક્રમો થશે છેલ્લે જણાવ્યું હતું કે જસદણ રામમય બની રહ્યું છે અને રેહશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.