કામની વાત/ EPFO પોર્ટલ પર મોબાઈલ નંબર બદલવો ખૂબ જ સરળ કામ, આ રીતે ઘરે બેઠા કરી શકશો - At This Time

કામની વાત/ EPFO પોર્ટલ પર મોબાઈલ નંબર બદલવો ખૂબ જ સરળ કામ, આ રીતે ઘરે બેઠા કરી શકશો


કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ફટાફટ પોતાની સેવાઓને ડિજિટલીકરણ કરી રહ્યું છે.ઈપીએફઓની મોટા ભાગની સેવાઓ ઓનલાઈન મળી રહી છે. ઓનલાઈન સેવાનો ફાયદો એ થાય છે કે, કોઈ પણ કામ માટે ઓફિસોના ચક્કર કાપવા નથી પડતા, મોટા ભાગના કામ ઘરે બેઠા પતી જાય છે. આમ સરળતાથી ઘરે બેઠા પોતાના અકાઉન્ટને મેનેજ કરી શકે છે.

જોઈ કોઈ ઈપીએફ ખાતાધારક ઈપીએફઓ સાથે લિંક્ડ મોબાઈલ નંબરને બદલવા માગે છે તો, આ કામ આસાનાથી ઘરે બેઠા થઈ શકે છે. મોબાઈલ નંબરનો ઈપીએફઓ સાથે લિંક હોવું જરૂરી છે. ઈપીએફના ખાતાધારકોના તમામ SMS રજીસ્ટર્ડ નંબર પર મોકલશે. તેના માટે વેબપોર્ટલ પર ઓનલાઈન ઘણા બધાં કામ પાર પાડી શકાય છે. એટલા માટે જેવો આપ નંબર બદલો કે, તુરંત ઈપીએફ અકાઉન્ટ લિંક્ડ નંબરને પણ અપડેટ કરવું જરુરી છે.

આવી રીતે કરો અપડેટ

  • EPF મેમ્બર પોર્ટલ પર જાઓ
  • મેનેજ સેક્શનમાં Contact detail પર ક્લિક કરો
  • ચેક મોબાઈલ નંબર ઓપ્શન પર ક્લિક કરો, એક નવુ સેક્શન ખુલશે
  • બે નાર નવો મોબાઈલ નંબર નાખો
  • હવે  ‘Get Authorization Pin’ પર ક્લિક કરો
  • આપના નંબર પર એક ઓટીપી આવશે
  • આપેલી જગ્યામાં ઓટીપી નાખો અને સબ્મિટ બટન પર ક્લિક કરો
  • ઈપીએફ પોર્ટલ પર આપનો નંબર અપડેટ થઈ જશે

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.