બરવાળા તાલુકાના સાળંગપુર ગામ ખાતે “સાફ શેરી-સાફ રસ્તા” અંતર્ગત જાહેર રસ્તાઓ પર સફાઈ કામગીરી હાથ ધરાઈ - At This Time

બરવાળા તાલુકાના સાળંગપુર ગામ ખાતે “સાફ શેરી-સાફ રસ્તા” અંતર્ગત જાહેર રસ્તાઓ પર સફાઈ કામગીરી હાથ ધરાઈ


નિર્મળ ગુજરાત 2.0 “સાફ શેરી-સાફ રસ્તા” અભિયાન અંતર્ગત બરવાળા તાલુકાના સાળંગપુર ગામ ખાતે સ્વચ્છ ભારત મીશન ગ્રામિણ અંતર્ગત જાહેર રસ્તાઓ પર સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે દરરોજ હજારો દર્શનાર્થીઓ મુલાકાતે પધારતા હોય છે ત્યારે સાળંગપુરના ગામજનો તેમજ યાત્રિકો પવિત્ર સ્થળની સ્વચ્છતા જાળવી જવાબદાર નાગરિકની ફરજ અદા કરે તે ખૂબ જરૂરી છે આપણે સૌ નાગરિકો સ્વચ્છતા અભિયાનમાં સક્રિયપણે ભાગીદાર બનીએ અને સ્વચ્છતાની આ દેશવ્યાપી ઝુંબેશમાં નાના-નાના પ્રયત્નો થકી યોગદાન આપીએ.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.