બરવાળા ખાતે નવસર્જન ટ્રસ્ટ દ્વારા વોટ ફોર સંવિધાન અને આભડછેટ મુક્ત ભારતની અનોખી યાત્રા આવી પહોંચી. - At This Time

બરવાળા ખાતે નવસર્જન ટ્રસ્ટ દ્વારા વોટ ફોર સંવિધાન અને આભડછેટ મુક્ત ભારતની અનોખી યાત્રા આવી પહોંચી.


બરવાળા શહેરના નાવડા રોડ ત્રણ રસ્તા પાસે મુખ્ય હાઇવે રોડ પર નવસર્જન ટ્રસ્ટ બોટાદ દ્વારા આયોજીત અનોખી યાત્રા આવી પહોંચી હતી જેમાં 90 મીટરના વિશાળ બેનરમાં અલગ અલગ સ્લોગન અને લખાણ સાથે 265 ફૂટ લાંબો ઝંડો રાખી અને પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં જે રાજકીય પક્ષો આભડછેટ દુર કરવાનો એજન્ડા હશે તે પક્ષને દલિત સમાજ વોટ અને સમર્થન આપશે એવા હેતુ સાથેની વિશેષ યાત્રા રેલી દ્વારા પ્રદર્શન કરાયું હતું, જેમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ બોટાદ જિલ્લા પ્રમુખ કીર્તિ ચાવડા, નવસર્જન ટ્રસ્ટના બોટાદ જિલ્લા પ્રમુખ માલજીભાઇ સિંગલ સહિતના દલિત સમાજના યુવાનો મહિલાઓ અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને પ્રદર્શન કર્યું હતું અને આભડછેટ મુક્ત ઝંડા દ્વારા સૂત્રોચ્ચાર કર્યા હતા, આ યાત્રા અલગ અલગ જિલ્લાઓમાં અને તાલુકાઓમાં જઈને પ્રદર્શન કરી રહી છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.