શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય વાઘાના શણગાર એવં શિવાલયની ઝાંખી - At This Time

શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય વાઘાના શણગાર એવં શિવાલયની ઝાંખી


શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસના સોમવાર નિમિતે તા.01-08-2022ના રોજ પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની શુભ પ્રેરણાથી એવં કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી એવં પૂજારી સ્વામીની અથાગ મહેનતથી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય શિવાલયની ઝાંખી કરવામાં આવેલ તથા સવારે 5:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી(અથાણાવાળા)દ્વારા કરવામાં આવેલ. ત્યારબાદ સ્વામીજી દ્વારા પ્રસાદીભૂત શ્રી નિલકંઠ મહાદેવજી મંદિરમાં પૂજન-અભિષેક-આરતી કરવામાં આવેલ. પવિત્ર શ્રાવણ માસ નિમિતે વિશ્વશાંતિ હનુમાન ચાલીસા અને હનુમંત મંત્ર યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં પવિત્ર બ્રાહ્મણો દ્વારા મંત્રો- યજ્ઞ-પૂજા પાઠ સવારે ૯ થી ૧૨ અને સાંજે ૩ થી ૬ દરમિયાન કરવામાં આવશે. તેમજ પવિત્ર શ્રાવણ માસ નિમિતે શ્રીહરિ મંદિરમાં બાકસના હિંડોળા કરી મંદિરમાં શુશોભન કરવામાં આવેલ છે તથા દિવ્ય સત્સંગનું સાંજે ૫:૩૦ થી ૬:૩૦ કલાક દરમિયાન આયોજન કરવામાં આવેલ છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.