પુજારાની કાઉન્ટી ક્રિકેટમાં સાતમી મેચમાં પાંચમી સદી

પુજારાની કાઉન્ટી ક્રિકેટમાં સાતમી મેચમાં પાંચમી સદી


લોર્ડ્ઝ, તા.૧૯ચેતેશ્વર
પુજારાએ કાઉન્ટી ક્રિકેટમાં શાનદાર ફોર્મ જારી રાખતાં સાતમી મેચમાં પાંચમી સદી
ફટકારી હતી. સસેક્સ કાઉન્ટીના કેપ્ટન તરીકે મિડલસેક્સ સામે રમવા ઉતરેલા પુજારાએ
૧૫૬ બોલમાં ૯ ચોગ્ગા ૧ છગ્ગા સાથે નોટઆઉટ ૧૦૩ રન નોંધાવ્યા હતા. લોર્ડ્ઝમાં
શરૃ થયેલી કાઉન્ટી ચેમ્પિયનશિપની મેચમાં મિડલસેક્સ સામે સસેક્સ કાઉન્ટીએ પ્રથમ
દિવસની રમતના અંતે બે વિકેટે ૨૯૧ રન નોંધાવ્યા હતા. સસેક્સના કેપ્ટન ટોમ હૈનેસને
ઈજા થતાં પુજારાને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. પુજારાએ ટોમ એસ્લોપ (૧૨૧*) સાથે
૧૯૨ રનની ભાગીદારી કરી હતી. મિડલસેક્સ ટીમમાં ભારતીય બોલર ઉમેશ યાદવ પણ સામેલ હતો.
તેણે ૧૪ ઓવરમાં વિના વિકેટે ૨૮ રન આપ્યા હતા. વોશિંગ્ટન
સુંદરની ચાર વિકેટ

કાઉન્ટી
ચેમ્પિયનશિપમાં લંકાશાયર તરફથી રમવા ઉતરેલા ભારતીય ઓફ સ્પિનર વોશિંગ્ટન સુંદરે
નોર્ધમ્પ્ટનશાયર સામે ૬૯ રનમાં ચાર વિકેટ મેળવી હતી. આ સાથે નોર્ધમ્પ્ટનશાયરે ૨૧૮
રનમાં સાત વિકેટ ગુમાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »