સાબરકાંઠામાં સરકારી સસ્તા અનાજની સગેવગે કરનાર દુકાનો દારો સામે કડક કાર્યવાહી..... સાબરકાંઠા જિલ્લામાં સસ્તા અનાજની દુકાનો સામે કાર્યવાહી... - At This Time

સાબરકાંઠામાં સરકારી સસ્તા અનાજની સગેવગે કરનાર દુકાનો દારો સામે કડક કાર્યવાહી….. સાબરકાંઠા જિલ્લામાં સસ્તા અનાજની દુકાનો સામે કાર્યવાહી…


સાબરકાંઠામાં સરકારી સસ્તા અનાજની સગેવગે કરનાર દુકાનો દારો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

સાબરકાંઠા જિલ્લામાં સસ્તા અનાજની દુકાનો સામે કાર્યવાહી ધરવામાં આવતા કાળા બજારીયાઓ મા ફફડાટ ફેલાઈ ગયો છે ત્યારે મામલતદાર દ્વારા એક વર્ષની તપાસ પછી કડક કાર્યવાહી કરતા 23 જેટલી સસ્તા અનાજ ની દૂકાનો પર રેડ કરતા 58 લાખ નો દન્ડ ફટકારવામાં આવ્યો હતો

સસ્તા અનાજનો જથ્થો સગે વગે કરના 23 દુકાનદારો સામે 58 લાખનો ફટકાર્યો દંડ ફટકારવામાં આવતા તંત્ર એ સરાહનીય કાર્યવાહી કરી છે ત્યારે વાત કરીએ તો સા કા જિલ્લાના હિંમતનગર મા 60 સસ્તા અનાજની દુકાનો ફરિયાદો મળી હતી તેમાંથી 23 સસ્તા અનાજની દુકાનો સામે કાર્યવાહી થઈ છે અને બીજી બાકી છે એ ગમે તે સમયે કાર્યવાહી થાય એમ સેવાઈ રહ્યું છે

વધુ માહિતી મળતા વાત કરીએ તો જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા તમામ દુકાનદારો સામે હાઇટેક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં પણ આવ્યો હતો અને 37 દુકાનદારો સામે ગમે તે ઘડીએ કાર્યવાહી હાથ ધરાશે એવી સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ હતી

જિલ્લા પુરવઠા અધિકારીએ કડક કાર્યવાહી કરતાં કાળા બજારી કરતાં તત્વોમાં ફફડાટ ફેલાયો છે અને હાલ કાળા બજારીયાઓ ભૂગર્ભ મા ઉતરી ગયા છે. સસ્તા અનાજની દુકાનદારોને દંડ ફટકારતા અન્ય દુકાનદારોમાં ફફરાટ વ્યાપ્યો છે અને એક બીજા એ કોલ કરી ચિંતા વ્યક્ત કરતા ઓડિયો પણ વાયરલ થયા હોવાનું જાણવા મળેલ છે.

રીપોટર રાજકમલસિંહ પરમાર હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.