બરવાળા સાળંગપુર રોડ પર ચાલુ વરસાદના ગંભીર અકસ્માત સર્જાયો. - At This Time

બરવાળા સાળંગપુર રોડ પર ચાલુ વરસાદના ગંભીર અકસ્માત સર્જાયો.


કુંડળ ગામ પાસે ખાનગી ટ્રાવેલ્સ બસ અને પીકઅપ ગાડી ભારે વરસાદના સામસામે અથડાતા અકસ્માત સર્જાયો.

અકસ્માત થતાં ટ્રાફિક જામ સર્જાયો હતો.

અકસ્માતની જાણ બરવાળા પોલીસને થતા તાત્કાલીક ધોરણે કામગીરી હાથ ધરી.

બરવાળા પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી જી વાળા અને સ્ટાફ દ્વારા ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે મોકલી આપી ચાલુ વરસાદમાં જાતે ટ્રાફિક ખુલ્લું કરાવી રોડ શરૂ કર્યો.

અકસ્માતમાં પીકઅપ માં સવાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પોલીસે સારવાર અર્થે બરવાળા ખસેડયા.

વરસતા અનરાધાર વરસાદ વચ્ચે બરવાળા પોલીસે ટ્રાફિક ખુલ્લું કરી રોડ શરૂ કરાવી ઉમદા કાર્ય કર્યું.

વાહનચાલકોએ પોલીસની કામગીરીને બિરદાવી.

રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.