કૃષિ મહાવિદ્યાલય, ભરૂચનાં વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય મશરૂમ દિવસની ઉજવણી કરી - At This Time

કૃષિ મહાવિદ્યાલય, ભરૂચનાં વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય મશરૂમ દિવસની ઉજવણી કરી


કૃષિ મહાવિદ્યાલય, ભરૂચનાં વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય મશરૂમ દિવસની ઉજવણી કરી

મશરૂમ દિવસની ઉજવણી ૧૫ ઓકટોબરનાં રોજ કરવામાં આવે છે, પરંતુ ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, ન્યુ દિલ્હીના વિવિધ કેન્દ્રો દ્વારા દર વર્ષે ૨૩ ડિસેમ્બરનાં રોજ કરવામાં આવે છે, તે હેતુસર કૃષિ મહાવિદ્યાલય, ભરૂચના અનુસ્નાતક કક્ષાનાં પાક સંરક્ષણના વિદ્યાર્થીઓ દ્વારા વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ હેઠળ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત મશરૂમ યોજનામાં પ્રથમ વખત કોલેજ લેવલે એક અનોખું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે નવસારી કૃષિ યુનિવર્સિટીનાં સંચાલક મંડળના સભ્યશ્રી ડો. જે.જી. પટેલ તેમજ એકેડેમિક કાઉન્સિલનાં સભ્યશ્રી, ડો. વી.એ. સોલંકી ની ખાસ ઉપસ્થિત રહી હતી.

વિદ્યાર્થીઓ દ્વારા પોસ્ટર પ્રેઝન્ટેશન, મશરૂમનાં નમૂનાઓ ભેગાં કરવાં તેમજ વિદ્યાર્થીઓ જ વિદ્યાર્થીઓ ને મશરૂમની અગત્યતાથી અવગત કરે તે પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ ભાગ લેનાર સર્વેને તેમજ બધાં સ્ટાફગણોને મશરૂમનું સુપ પીવડાવી તેના દ્વારા તંદુરસ્તીને પોષણ મળે તે સમજાવવાનો પ્રયાસ કર્યો.

આ પ્રસંગનું સુચારુરૂપ સંચાલન ડો. એ.ડી. રાજ, આચાર્ય, પોલટેક્નિક ઇન એગ્રીકલચર, ભરૂચ તેમજ કૃષિ કોલેજના વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગના વડા, ડો. ડી. એમ.પાઠકનાં માર્ગદર્શન હેઠળ મદદનીશ પ્રાધ્યાપકઓ ડો. જે.આર. પંડ્યા અને ડો. આર.આર. વાઘુન્ડે દ્વારા વિદ્યાર્થીઓને મશરૂમની વિગતવાર માહિતી પુરી પાડી કરવામાં આવ્યુ. આ પ્રસંગના આયોજન માટે કૃષિ કોલેજનાં આચાર્યશ્રી ડો. ડી.ડી. પટેલ સર્વે વિદ્યાર્થીઓ તેમજ સટાફને અભિનંદન પાઠવ્યા હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.