ઓખાથી બેટ દ્વારકા જવા માટે ફેરી બોટિંગમાં નિયમ અને ક્ષમતા કરતાં વધુ યાત્રિકોને બેસાડવામાં આવતા હોવા બાબત અરજી કરવામાં આવી - At This Time

ઓખાથી બેટ દ્વારકા જવા માટે ફેરી બોટિંગમાં નિયમ અને ક્ષમતા કરતાં વધુ યાત્રિકોને બેસાડવામાં આવતા હોવા બાબત અરજી કરવામાં આવી


ઓખાથી બેટ દ્વારકા જવા માટે ફેરી બોટિંગમાં નિયમ અને ક્ષમતા કરતાં વધુ યાત્રિકોને બેસાડવામાં આવતા હોવા બાબત અરજી કરવામાં આવી

તા. ૩૦/૧૦/૨૦૨૨ના રોજ મોરબી ઝુલતા પુલની દુર્ઘટના જોઈને મેરીટાઇમ,ગુજરાત બોર્ડ સજાગ નહિ થાય તો ઓખાથી બેટ દ્વારકા જવા માટે ફેરી બોટિંગમાં નિયમ અને ક્ષમતા કરતાં વધુ યાત્રિકોને બેસાડવામાં આવે છે તે ગમે તે સમયે મોરબી ઝુલતા પુલ કરતાં અનેક ગણી મોટી દુર્ઘટના થવાની સંભાવના રહેલી છે. જેથી મેરીટાઇમ,ગુજરાત બોર્ડના જવાબદાર અધિકારીઓને અત્યારથી સજાગ બનવા માટે સૂચના આપવામાં નહીં આવે તો અનેક યાત્રિકોને જીવ ગુમાવવાનો વારો આવશે. ઉપરોક્ત બાબતે મેરીટાઇમ,ગુજરાત બોર્ડ દ્વારા ઓખાથી બેટ દ્વારકા જવા માટે ફેરી બોટિંગમાં નિયમ અને ક્ષમતા મુજબ લાઇફ જેકેટ સાથે યાત્રિકો હેરાફેરી કરે તેવી સૂચના અને નિયમનું પાલન થાય તો ઓખાથી બેટ દ્વારકા જવા માટે ફેરી બોટિંગમાં મોરબી ઝુલતા પુલ જેવી ફરી દુર્ઘટના ગુજરાતના યાત્રિકોને ન જોવી પડે તે અંગે તારીખ :- ૩૧/૧૦/૨૦૨૨ ના રોજ
૧. ભુપેન્દ્રભાઇ પટેલ - મુખ્યમંત્રીશ્રી,ગુ.રા. - ગાંધીનગર.
૨. કલેક્ટરશ્રી,દેવભૂમિ દ્વારકા
૩. એસ.પી.શ્રી,દેવભૂમિ દ્વારકા
૪. ચેરમેનશ્રી જી.એમ.બી. – ગાંધીનગર લેખિતમાં શ્રી ગુજરાત રાજ્ય પુર્વ સરપંચ સંકલન સમિતિ દ્વારા અરજી કરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.