મહારાષ્ટ્ર રાજ્યના છત્રપતિ સંભાજીનગર (ઔરંગાબાદ) ખાતેથી ડ્રગ્સની ફેકટરી તથા જંગી માત્રામાં ડ્રગ્સનો જથ્થો પકડી પાડતી ક્રાઇમબ્રાન્ચ, અમદાવાદ શહેર તથા D.R.I.ની સંયુકત ટીમ. - At This Time

મહારાષ્ટ્ર રાજ્યના છત્રપતિ સંભાજીનગર (ઔરંગાબાદ) ખાતેથી ડ્રગ્સની ફેકટરી તથા જંગી માત્રામાં ડ્રગ્સનો જથ્થો પકડી પાડતી ક્રાઇમબ્રાન્ચ, અમદાવાદ શહેર તથા D.R.I.ની સંયુકત ટીમ.


પોલીસ કમિશ્નર અમદાવાદ શહેર નાઓની સુચનાથી ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશ્નર તથા નાયબ પોલીસ કમિશ્નર તથા મદદનીશ પોલીસ કમિશ્નર નાઓ દ્રારા આપવામાં આવેલ સુચના અને માર્ગદર્શન મુજબ ક્રાઇમ બ્રાન્ચ તથા D.R.I. ની ટીમ દ્વારા કરોડો રૂપિયાના ડ્રગ્સ તથા ડ્રગ્સ ઉત્પાદન કરતી ફેકટરી તથા આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે,

ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળેલ કે, “મહારાષ્ટ્ર રાજ્યના છત્રપતિ સંભાજીનગર (ઔરંગાબાદ) શહેર પાસે આવેલ “પૈઠણ M.I.D.C માં શ્રી મહાલક્ષ્મી કેમીકલ વર્કસ નામની ફેકટરીમાં જીતેશ હિન્હોરીયા નામની વ્યકિત ગે.કા.માદક પદાર્થ એમ.ડી. ડ્રગ્સ બનાવે છે,

ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલ અતિસંવેદનશીલ માહિતી સંદર્ભે ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન અને સુપરવિઝન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર વી.બી.આલની ટીમ દ્વારા ગુપ્ત અને સાવધાની પુર્વક માહીતી ખરાઇ કરવામાં આવેલ આ માહિતી આધારભુત હોવાનુ જણાતા D.R.I. અમદાવાદ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીશ્રીઓએ આ માહિતી અનુસંધાને સફળ કાર્યવાહી કરવા માટે સંયુકત ટીમ બનાવી,

D.R.I અમદાવાદ ઝોનલ યુનિટ અને ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ પોલીસ, ગુજરાત દ્વારા ચોક્કસ બાતમીના આધારે, મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર(ઔરંગાબાદ) જિલ્લામાં વિવિધ સ્થળોએ શુક્રવાર, 20.10.2023 ના રોજ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું,

આરોપી જીતેશ હિન્હોરીયા ના રહેણાંક સ્થળેથી તપાસ હાથ ધરી 23 કિલો કોકેઈન, 2.9 કિલો મેફેડ્રોન અને આશરે રૂ. 30 લાખ રોકડા મળી આવેલ છે તેમજ છત્રપતિ સંભાજીનગર (ઔરંગાબાદ), પૈઠણ MIDC માંથી મેફેડ્રોન અને કેટામાઇનના ઉત્પાદન સાથે સંકળાયેલી મહાલક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝ ફેક્ટરી શોધી કાઢવામાં આવી હતી આ સ્થળેથી કુલ 4.5 કિગ્રા મેફેડ્રોન, 4.3 કિગ્રા કેટામાઈન અને અન્ય 9.3 કિગ્રા વજનનું મેફેડ્રોનનું મિશ્રણ મળી આવ્યું હતું,

આ નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાયકોટ્રોપિક પદાર્થોની ગેરકાયદેસર બજાર કિંમત રૂ. 250 કરોડથી વધુ હોવાનું નોંધાયું છે જે તમામ મળી આવેલ ગે.કા. પદાર્થો NDPS એક્ટ,1985ની સંબંધિત જોગવાઈઓ હેઠળ જપ્ત કરવામાં આવ્યા છે,

બંન્ને મુખ્ય આરોપી (૧) જીતેશ S/O પ્રેમજીભાઈ હિન્હોરીયા ઉવ.૪૪ રહે. ૧૯, ફ્લોરેન્ઝાવિલા, ગેટ નં.૪૨, ગોલવાડી, કંચનવાડી પાસે, ઔરંગાબાદ શહેર તથા (૨)
સંદીપકુમાર શંકર કુમાવત રહે. ૪૬૬, એમ.આઇ.ડી.સી. એરિયા, વિવેકાનંદનગર, મુદ્ધલવાડી, પૈઠણ, ઔરંગાબાદ, મહારાષ્ટ્રને ઝડપી લઇ DRI દ્રારા આગળની વધુ
તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે,

આ કાર્યવાહી દવાઓના ઉત્પાદનમાં કૃત્રિમ દવાઓના વધતા ઉપયોગ અને ઔદ્યોગિક એકમોના દુરુપયોગ પર પ્રકાશ પાડે છે આ ઓપરેશન દેશમાં માદક દ્રવ્યોના જોખમને પહોંચી વળવા માટે આંતર-એજન્સી સહકારના મહત્વને પણ પ્રકાશિત કરે છે આરોપી જીતેશ હિન્હોરીયા B.Sc, M.Sc. સુધીનો અભ્યાસ કરેલ છે ત્યારબાદ ગુજરાત અને મહારાષ્ટ્રમાં જુદી જુદી કેમીકલ કંપની અને ફાર્મા કંપનીઓમાં નોકરી કરતો હતો,

બંન્ને આરોપીઓ છત્રપતિ સંભાજીનગર (ઔરંગાબાદ) માં કેમીકલ કંપનીમાં સાથે નોકરી કરતા હતા દરમ્યાન સને-૨૦૧૬-૧૭ માં તેઓ બંન્નેએ ભેગા મળી છત્રપતિ સંભાજીનગર (ઔરંગાબાદ) પૈઠણ M.I.D.C માં શ્રી મહાલક્ષ્મી કેમીકલ વર્કસ નામની ફેક્ટરી ટેકઓવર કરેલ,

મુખ્ય આરોપી જીતેશ હિન્હોરીયા શ્રી મહાલક્ષ્મી કેમીકલ વર્કસ માં જરૂરીયાત મુજબ હાજરી આપતો આ સિવાય વાલુજ M.I.D.C માં ગીતા કેમીકલ નામની કંપનીમાં
ભાગીદાર તરીકે જોડાયેલ છે,

ઉપરોકત કેમીકલ કંપનીઓ સિવાય પણ સને-૨૦૨૨ થી કેમીકલ કન્સલટન્સીનુ કામ શરુ કરેલ જેમાં પ્રોજેકટ કે કંપનીના પ્લાન્ટ અને પ્રોડકટ સેટ કરી આપતો હતો,

આરોપી જીતેશ હિન્હોરીયા ડ્રગ્સમાં વપરાતા કેમીકલની કોઇ પણ બીલ વગર ખરીદ કરતો અને તેમાંથી ડ્રગ્સ તથા કોકેઇન જેવા માદક પદાર્થો બનાવી ડ્રગ્સ સપ્લાયરોને વેચાણ કરતો હતો.

Report by :- Keyur Thakkar Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.