બોટાદ-ધંધૂકા લઠ્ઠાકાંડમાં બે IPSને સસ્પેન્ડ કરવાનું નક્કી થયું, સિનિયર IPSએ બચાવ્યા - At This Time

બોટાદ-ધંધૂકા લઠ્ઠાકાંડમાં બે IPSને સસ્પેન્ડ કરવાનું નક્કી થયું, સિનિયર IPSએ બચાવ્યા


અમદાવાદ,તા.03 ઓગષ્ટ 2022,બુધવારરાજ્ય સરકારની છબીને ખરડતા લઠ્ઠાકાંડ પ્રકરણમાં અમદાવાદ ગ્રામ્ય અને બોટાદ જીલ્લા એસપીને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો પણ સિનિયર આઈપીએસએ મેદાનમાં ઉતરી સમગ્ર મામલે સમજાવટ કરતા બંને આઈપીએસ બચી ગયા હતા. આખરે બંને અધિકારીની બદલી કરીને સરકારે કડક કાર્યવાહીનો મેસેજ આપ્યો હતો.રાજ્ય સરકારે આખરે બંને આઈપીએસની બદલી કરીને કડક કાર્યવાહીનો મેસેજ આપ્યા અમદાવાદ ગ્રામ્યના ધધૂકા અને બોટાદના બરવાળામાં થયેલા લઠ્ઠાકાંડને પગલે ૫૦થી વધુ લોકોના મોતને પગલે રાજ્ય સરકાર પર આક્ષેપો થયા હતા. સરકારની છબી ખરડતા મેસેજને પગલે હાઈકમાન્ડે એસપી વિરેન્દ્ર યાદવ અને કરણરાજ વાઘેલાને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધાનું સૂત્રોએ જણાવ્યું હતું. રાજ્ય સરકારના આ નિર્ણય અને મૂડને પગલે ફફડી ગયેલા આઈપીએસ અધિકારીઓમાં આ કાર્યવાહી રોકવા માટે આંતરીક ચર્ચાઓ શરૂ થઈ હતી. બીજી તરફ રાજ્યના સિનિયર આઈપીએસ અધિકારીએ પણ હાઈકમાન્ડને બંને એસપીને સસ્પેન્ડ ના કરવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો છે. આ પ્રકારની કાર્યવાહીથી આઈપીએસ લોબી નારાજ થાય તેવી પણ શક્યતાઓ રહેલી હતી. જેના પગલે સિનિયર અધિકારીની સમજાવટને કારણે રાજ્ય સરકારે નિર્ણય બદલીને બંને અધિકારીની બદલી કરવાનું નક્કી કર્યું હતું. જેના પગલે અમદાવાદ ગ્રામ્ય એસપી વિરેન્દ્રસિંગ યાદવને મેટ્રો સિક્યુરિટીના કમાન્ડન્ટ તરીકે અને બોટાદ એસપી કરણરાજ વાઘેલાની કમાન્ડન્ટ ઓફ ગર્વમેન્ટ પ્રોપર્ટી જેવી નોન એક્ઝિક્યુટીવ પોસ્ટ પર સજાના ભાગ રૂપે બદલી કરી કડક કાર્યવાહીનો મેસેજ રાજ્ય સરકારે આપ્યો હતો. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.