અમદાવાદ માં અંધ કન્યા પ્રકાશ ગૃહ દ્વારા સમૂહ લગ્ન નું અયોજન કરેલ જેમાં ચાર હિન્દૂ ને એક મુસ્લિમ કન્યા એ પ્રભુતા માં પગલાં માંડયા - At This Time

અમદાવાદ માં અંધ કન્યા પ્રકાશ ગૃહ દ્વારા સમૂહ લગ્ન નું અયોજન કરેલ જેમાં ચાર હિન્દૂ ને એક મુસ્લિમ કન્યા એ પ્રભુતા માં પગલાં માંડયા


તા:-૧૭/૦૧/૨૦૨૩
અમદાવાદ

અમદાવાદ માં અંધ કન્યા પ્રકાશ ગૃહ દ્વારા ૫ અંધ કન્યાઓ ના સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું પાંચ દીકરીઓ એ પ્રભુતા માં પગલાં માંડયા હતા અંધ કન્યા પ્રકાશ ગૃહ, મેમનગર,અમદાવાદ ખાતે તા.૧૬-૧-૨૦૨૩ ના રોજ સવારે ૯-૦૦ વાગે ૫ કન્યાઓનો સમૂહ લગ્નોત્સવ સમાજના સહયોગથી યોજવામાં આવ્યો હતો જેમાં લગ્ન વિધિ ગાયત્રી પરિવાર અમદાવાદના સહયોગથી કરાવવામાં આવી હતી અને દાતાઓના સહયોગથી દરેક કન્યાઓ ને ઘર ગ્રસ્તીનો કરિયાવર જેમાં જીવન જરૂરિયાત વસ્તુઓ જેમ કે દાગીના,ધરેણા,કપડાં,પોષાક, રાચરચીલું વિગેરે કરિયાવર લગભગ બે લાખથી વધુનું આપવામાં આવ્યું હતું. ૫ કન્યા પૈકી ૧ મુસ્લિમ કન્યા અને ૪ કન્યા હિન્દુ કન્યાનાઓના લગ્નમાં વરપક્ષ- કન્યા પક્ષના સંબંધીઓ, સમાજમાંથી દાતાઓ,સંસ્થાના ટ્રસ્ટીઓ,
કાર્યકર્તાઓ,ગાયત્રી પરિવારના પરિજનો,મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.