મેંદરડા તાલુકાના નાજાપુર ગામે સરકારી પ્રાથમિક શાળામાં થયેલ ગેરકાયદેસર બાંધકામો દૂર કરી કોભાંડ આચરવામાં આવેલ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની લેખિત રજૂઆત કરવામાં આવેલ

મેંદરડા તાલુકાના નાજાપુર ગામે સરકારી પ્રાથમિક શાળામાં થયેલ ગેરકાયદેસર બાંધકામો દૂર કરી કોભાંડ આચરવામાં આવેલ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની લેખિત રજૂઆત કરવામાં આવેલ


મેંદરડા તાલુકાના નાજાપુર ગામે સરકારી પ્રાથમિક શાળામાં થયેલ ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાય
સરકારી પ્રાથમિક શાળામાં થયેલ બાંધકામ દબાણો દૂર કરવા અને કોભાંડીયા ઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરાય
મેંદરડા તાલુકાના નાજાપુર ગામના ખેડૂત રવિરાજભાઈ ભનુભાઈ ગઢીયા દ્વારા સરકારમાં રજૂઆત કરાય છે જેમાં રાજ્યપાલ, તકેદારી પંચ સચિવ, જુનાગઢ કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત જુનાગઢ, જિલ્લા શિક્ષણ સમિતિ સહિતનાઓને લેખિત રજૂઆત કરવામાં આવેલ છે જેમાં તાલુકાના નાજાપુર પ્રાથમિક શાળામાં થયેલ બાંધકામો સહિત વિવિધ કામોમાં કૌભાંડ આચરવામાં આવેલ અને સરકારશ્રી દ્વારા સરકારી જમીન પર પ્રાથમિક શાળા હેતુ સિવાય અન્ય કોઈપણ પ્રકારના બાંધકામ કરી શકાતા નથી છતાં પ્રાથમિક શાળા ની અંદર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ હોય જે બાબતે ઉગ્ર રજૂઆત કરવામાં આવેલ
ઉપરોક્ત બાબતે રવિરાજ ગઢિયા દ્વારા તા.૧૮/૦૫/૨૦૨૨ ના રોજ ગ્રામ પંચાયત દ્વારા પ્રાથમિક શાળામાં ચાલી રહેલ દબાણ અને ગેરકાયદે ધોબીઘાટ કામો અટકાવા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જિલ્લા પંચાયત કચેરી જુનાગઢ ખાતે કરવામાં આવી હતી જે બાબતે તંત્ર દ્વારા કોઈપણ જાતના પગલાં લેવામાં આવેલ ન હતા
બાદ ઉપરોક્ત વિષય સંદર્ભે તા.૨૬/૦૯/૨૦૨૨ ના રોજ રવિરાજ ગઢિયા દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, જિલ્લા શિક્ષણ સમિતિ ને લેખિત રજૂઆત કરવામાં આવી હતી જેમાં સ્પષ્ટ લખવામાં આવેલ હતું કે નાજાપુર ખાતે પ્રાથમિક શાળા અંદર ધોબીઘાટ સહિતના બાંધકામ કરવામાં આવી રહ્યા હોય જે બાબતે તાત્કાલિક ધોરણે કાર્યવાહી જવાબદારો સામે કરવા રજૂઆત કરી હતી છતાં આંખ આડા કાન કરવામાં આવેલ
છતાં કાર્યવાહી ન થતા ફરીવાર તા,૧૦/૧૦/૨૦૨૨ ના રોજ રવિરાજ ગઢિયા દ્વારા ગુજરાત રાજ્ય તકેદારી પંચ સચિવ શ્રી અને જુનાગઢ જિલ્લા કલેકટર ને લેખિત રજૂઆત કરાઈ હતી જેમાં સ્પષ્ટ પણે લખવામાં આવેલ હતું કે તાલુકાના નાજાપુર ગામે શૈક્ષણિક હેતુ માટે કલેકટરના હુકમથી ફાળવેલ જમીનમાં ગેરકાયદેસર ગ્રામ પંચાયતે સરકારી ગ્રાંટ માંથી વોશિંગ ઘાટ તથા ગ્રામ પંચાયત કચેરી બનાવવાની કામગીરી થયેલ હોય જે તાત્કાલિક બંધ કરાવી જવાબદારો સામે પગલાં લેવા રજૂઆત કરાઈ હતી છતાં કાર્યવાહી ન થતા
તંત્ર અહીં સધળુ જાગ્યું નહીં અને ગાંધીજીના ત્રણ બંદર આંધળુ,બેરુ મુંગું ની પંક્તિ સાર્થક થતી હોય તેવું લાગી રહ્યું છે ફરીવાર તા.૦૪/૦૧/૨૦૨૩ ના રોજ સોગંધનામું રજૂ કરી રજૂઆત કરાય ઉપરોક્ત બાબતે સરકાર શ્રી દ્વારા તંત્ર દ્વારા જવાબદારો સામે તાત્કાલિક ધોરણસર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે
રીપોર્ટીંગ કમલેશ મહેતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »