મોડાસા વન વિભાગ તેમજ દયા ફાઉન્ડેશનના ઉપક્રમે મોડાસાની કોમર્સ કોલેજમાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી - At This Time

મોડાસા વન વિભાગ તેમજ દયા ફાઉન્ડેશનના ઉપક્રમે મોડાસાની કોમર્સ કોલેજમાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી


ગુજરાતમાં વનવિભાગ દ્વારા આ વર્ષે ૨થી ૮ ઓક્ટોમ્બર દરમિયાન રાજ્યના ૩૩ જીલ્લા તેમજ ૨૫૦ તાલુકા સહીત ગ્રામ્ય વિસ્તારમા વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે જેની સમગ્ર અરવલ્લી જીલ્લામાં પણ ઉજવણી થઇ રહી છે ત્યારે મોડાસા વન વિભાગ તેમજ દયા ફાઉન્ડેશનના ઉપક્રમે મોડાસાની કોમર્સ કોલેજમાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોડાસાના વિસ્તરણ રેન્જના આરએફઓ તેમજ દયા ફાઉન્ડેશનના ઉપપ્રમુખ રાજેશ કોટડ દ્વારા કોલેજના વિદ્યાર્થીઓને વન્ય પ્રાણીઓનું મહત્વ સમજાવ્યું હતું સાથે સાથે કોલેજથી લઇ ટાઉન હોલ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ફોરેસ્ટ સ્ટાફ,કોલેજના પ્રિન્સીપાલ તેમજ સ્ટાફ સહીત મોટી સંખ્યામાં વિધાર્થીઓ હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના પ્રોફેસર ડૉ.ઈલાબેન સગર દ્વારા કરવામાં આવ્યું હતું
9879861009


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.