વિસાવદર કોર્ટમાં લોક અદાલત યોજાઈકુલ રૂપિયા ૧,૧૨, ૧૦,૬૫૯નીરકમના કુલ ૨૨૧ કેસોનો કરાયો ન્યાયિક નિકાલ - At This Time

વિસાવદર કોર્ટમાં લોક અદાલત યોજાઈકુલ રૂપિયા ૧,૧૨, ૧૦,૬૫૯નીરકમના કુલ ૨૨૧ કેસોનો કરાયો ન્યાયિક નિકાલ


વિસાવદર કોર્ટમાં લોક અદાલત યોજાઈ

કુલ રૂપિયા ૧,૧૨, ૧૦,૬૫૯નીરકમના કુલ ૨૨૧ કેસોનો કરાયો ન્યાયિક નિકાલ

વિસાવદરતા.વિસાવદર કોર્ટમાં આજરોજ આ વર્ષની પ્રથમ નેશનલ લોક અદાલત યોજાઈ હતી જેમાં નીચેની અદાલતમાં કુલ ૨૩૦ કેસો મુકવામાં આવેલ હતા જેમાં કુલ ૨૨૧ કેસોમાં પક્ષકારો હાજર રહેલા હતા અને સમાધાનથી કુલ ૨૨૧ કેસોમાં સુખદ નિકાલ લાવવામાં આવેલ હતો.આ લોક અદાલતને ૧૦૦℅ રિઝર્ટ મળેલ હતું.
આજરોજ વિસાવદર કોર્ટમાં નાલસાની ગાઈડલાઈન મુજબ આ વર્ષની સૌ પ્રથમ લોક અદાલત વિસાવદર ન્યાયમંદિર ખાતે સવારના ૧૦-૦૦ વાગ્યે ડી.એલ.એસ.એ. જુનાગઢની સૂચના તથા હુકમથી વિસાવદરના પ્રિન્સિપાલ સિવિલ જજ શ્રી એસ.એસ. ત્રિવેદી સાહેબના માર્ગદર્શન હેઠળ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ.જેમાં અધિક જીલ્લા ન્યાયાધીશ શ્રી જે.એલ.શ્રીમાળીસાહેબ દ્વારા દીપ પ્રાગટય કરી લોક અદાલતને ખુલ્લી મુકવામાં આવેલ હતી.
આ લોક અદાલતમાં વિસાવદર બાર એસોસિએશનના પ્રમુખ કમલેશભાઈ જોશી, સિનિયર એડવોકેટ દિનેશભાઇ શાહ, ભરતભાઇ વ્યાસ,ભાસ્કરભાઈ જોશી,નયનભાઇ જોશી,સીરાજભાઈ માડકીયા, નિતેશભાઈ દવે,ઉદયસિંહ દાહીમા, સમીરભાઈ પટેલ સહિતના બાર એસોસિએશનના તમામ સદસ્યો તથા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા,યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા,બેન્ક ઓફ બરોડા,પી.જી. વી. સી.એલ.કંપનીના બન્ને ડિવિઝનના અધિકારી ઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.અને તમામના સહિયારા પુરુષાર્થથી લોક અદાલતમાં કુલ કુલ ૨૩૦ કેસો મુકવામાં આવેલ હતા જેમાં કુલ ૨૨૧ કેસોમાં પક્ષકારો હાજર રહેલા હતા અને સમાધાનથી કુલ ૨૨૧ કેસોમાં સુખદ નિકાલ લાવવામાં આવેલ હતો.આ લોક અદાલતને ૧૦૦℅ રિઝર્ટ મળેલ હતું.
સવારે ૧૦-૦૦કલાકે લોક અદાલતને ખુલ્લી મુકવામાં આવેલી ત્યારે જ પક્ષકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પક્ષકારોની હાજરી ઉડીને આંખે વળગે તેવી હતી આ પ્રસંગે વિસાવદરના પ્રિન્સિપાલ સિવિલ જજ શ્રી એસ.એસ. ત્રિવેદી સાહેબ દ્વારા પણ દીપ પ્રાગટય કરવામાં આવેલ હતું અને અધિક જિલ્લા જિલ્લા ન્યાયાધીશશ્રી જે.એલ.શ્રીમાળી સાહેબ દ્વારા લોકોને વધુમાં લોક અદાલતનો લાભ લેવા તથા પોતાનો કેસોમાં સમાધાનથી ઉકેલ લાવવા જણાવેલ હતું આ પ્રસંગે વિસાવદરના પ્રિન્સિપાલ સિવિલ જજ શ્રી એસ.એસ. ત્રિવેદી સાહેબ દવારા હાજર પક્ષકારોને લોક અદાલતનું મહત્વ સમજાવી જણાવેલ કે લોક અદાલતમાં સમાધાન કરવાથી કોઈ પક્ષ જીતતો નથી અને કોઈ પક્ષ હારતો નથી બન્ને પક્ષે સમાધાન કરવાથી બન્ને પક્ષે જીત થયેલ હોય તે રીતે પક્ષકારો હસતા મોઢે અદાલતમાંથી વિદાય લેતા હોય છે ઉપરાંત લોક અદાલતમાં થયેલ સમાધાન ઉપર અપીલ કે રીવિઝન થઈ શકતી નથી અને લોક અદાલતના હુકમને પડકારી શકાતો નથી તેથી જ વધુમાં વધુ લોકો પોતાના કેસમાં સુખદ નિરાકરણ લાવવા માટે અને સમાધાન માટે લોક અદાલતનો લાભ લ્યે તેવી અપીલ કરેલી હતી અને લોક અદાલતમાં કનસીલેટરો દ્વારા પણ પક્ષકારોને સમજાવી કોઈને પણ અન્યાય ન થાય તે માટે પ્રયત્ન કરવામાં આવતા હોવાનું જણાવેલ હતું આ પ્રસંગે વિસાવદર બાર એસોસિએશનના પ્રમુખ તથા સિનિયર ધારાશાસ્ત્રીઓ તથા જુનિયર વકીલ મિત્રોએ પ્રાસંગિક પ્રવચનો કરેલ હતા
આ પ્રસંગે વિસાવદર કોર્ટના સુપરિટેન્ડન્ટ પી.પી.પાણેરી,તથા એ.આર.વાઘેલા,એસ.પી.ચાવડા તથા કોર્ટ સ્ટાફના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

રીપોર્ટ હરેશમહેતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.