બોટાદમાં ભક્ત દાદા ખાચર, ગઢડા કોલેજ દ્વારા આયોજિત "રન ફોર તિરંગા" કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓએ હરખભેર ભાગ લીઘો - At This Time

બોટાદમાં ભક્ત દાદા ખાચર, ગઢડા કોલેજ દ્વારા આયોજિત “રન ફોર તિરંગા” કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓએ હરખભેર ભાગ લીઘો


આ સ્વતંત્રતાના પર્વ પર આપણા દેશ પ્રત્યે આદર અને સત્કાર દર્શાવવાના દિવસને વધુ યાદગાર બનાવીએ, ઘરે-ઘરે તિરંગો લહેરાવીએ : ધારાસભ્યશ્રી આત્મારામભાઈ પરમાર

કાર્યક્રમમાં ગઢડાના ધારાસભ્યશ્રી આત્મારામભાઈ પરમાર સહિતના મહાનુભાવો પણ જોડાયાં

બોટાદમાં ભક્ત દાદા ખાચર, ગઢડા કોલેજ દ્વારા આયોજિત "રન ફોર તિરંગા" કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓએ હરખભેર ભાગ લીધો હતો. માર્કેટિંગ યાર્ડથી આરંભાયેલ આ યાત્રામાં બોટાદના શહેરીજનો, કોલેજના વિદ્યાર્થીઓ સહિત અનેક પદાધિકારીઓ-અધિકારીઓ પણ જોડાયાં હતાં.
આ તકે કાર્યક્રમના અધ્યક્ષ ગઢડાના ધારાસભ્યશ્રી આત્મારામભાઈ પરમારે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ નાગરિકોને ઘરે-ઘરે રાષ્ટ્રધ્વજ લહેરાવવા આહવાન કર્યું છે તેમાં આપણે સૌ જોડાઈએ. આ અભિયાન દ્વારા તમામ લોકોમાં રહેલી રાષ્ટ્રભાવના પ્રબળ બનશે. આ સ્વતંત્રતાના પર્વ પર આપણા દેશ પ્રત્યે આદર અને સત્કાર દર્શાવવાના દિવસને વધુ યાદગાર બનાવીએ.
જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ વિરાણી, કલેકટરશ્રી બી.એ.શાહ , જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.ડી.પલસાણા સહિતના મહાનુભાવો પણ રન ફોર તિરંગા કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.