મહિલા પર મગરનો હુમલો. - At This Time

મહિલા પર મગરનો હુમલો.


નવરાત્રીમાં જ નારી શક્તિનો પરચો કરાવતી ઘટના બની હતી. 35 વર્ષીય મહિલાએ જીવ બચાવવા કુહાડીના એક જ ઝાટકે મગરને ભગાડી મૂક્યો હતો. ઘટનામાં ઘાયલ થયેલી મહિલાને સયાજી હોસ્પિટલમાં ખસેડાઈ હતી.શહેર નજીક સુખલીપુરા ગામે સૂર્ય નદીની સાથે જોડાયેલા તળાવમાં બપોરે 35 વર્ષિય ઉર્મિલાબેન સુરેશભાઈ પરમાર અને તેમનાં કાકી સાસુ ઢોરોને પાણી પીવડાવવા ગયાં હતાં. જ્યાં ઢોરોને છૂટાં મૂકી નજીકમાં બેઠાં હતાં. દરમિયાન ઢોર તળાવની અંદર જતાં રહેતાં બપોરે 3 વાગ્યાના અરસામાં તળાવમાંથી બહાર લાવવા ઉર્મિલાબેન તળાવના કિનારે પહોંચ્યાં હતાં, જ્યાંથી પાણીમાં ઊતરતાં જ અચાનક 5 ફૂટ લાંબા મગરે તેમના પેટના ભાગે હુમલો કર્યો હતો. દરમિયાન ઉર્મિલાબેને સમય સૂચકતા વાપરી તેમના હાથમાં રહેલી કુહાડીથી મગરના મોઢા પર ઝાટકો મારતામાં મગરે ઉર્મિલાબેનના હાથ-પગે ઇજા પહોંચાડી હતી.


9664500152
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.