બેડી ચોકડીથી માલિયાસણ ચોકડી સુધીનાં ચાર માર્ગીય રસ્તા માટે રૂડા દ્વારા રૂ।.17.15 કરોડ મંજૂર - At This Time

બેડી ચોકડીથી માલિયાસણ ચોકડી સુધીનાં ચાર માર્ગીય રસ્તા માટે રૂડા દ્વારા રૂ।.17.15 કરોડ મંજૂર


રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા આજરોજ 169મી બોર્ડ બેઠક ચેરમેન આનંદ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ હતી. આ બોર્ડ બેઠકમાં રીંગરોડ-1 બેડી ચોકડીથી માલીયાસણ ચોકડી(NH-27) સુધીના 4-માર્ગીય રસ્તાનાં મજબુતીકરણ રકમ રૂ।.17.15 કરોડનાં કામની બહાલી આપવામાં આવી. સત્તામંડળ વિસ્તારનાં રીંગરોડ-2ને 4-માર્ગીય રસ્તો બનાવવા માટે રાજ્ય સરકારને દરખાસ્ત કરવાનો નિર્ણય કરવામાં આવેલ હતો.
જયારે ઉપરાંત સત્તામંડળની ટી.પી સ્કીમ: 38/2(મનહરપુર-રોણકી), ટી.પી. સ્કીમ: 41(સોખડા-માલીયાસણ) અને પી સ્કીમ: 43(વાજડી-વડ)માં રકમ રૂ।.19.93 કરોડનાં ખર્ચે મેટલીંગ તથા ડામર રસ્તાઓની કામગીરીને બહાલી આપવામાં આવી હતી તથા સત્તામંડળ વિસ્તારનાં કાંગશીયાળી અને રોણકી(મનહરપુર)માં ભુગર્ભ ગટરની કામગીરી તથા નાકરાવાડી, રતનપર અને દેવગામમાં મુગર્ભ ગટરની ખૂટતી લિન્કની કુલ રૂ।.73.71 કરોડની કામગીરીની બહાલી આપવામાં આવી હતી.
સત્તામંડળ વિસ્તારનાં કાલાવડ રોડ, એઇમ્સ હોસ્પિટલને જોડતા 90.0મી રોડ પર, રીંગરોડ પર આવતા દરેક જંકશન પર તથા રૂડાનાં વિવિધ ગામોમાં જરૂરીયત મુજબ સ્ટ્રીટલાઈટ નાખવાની કુલ રૂ।.7.05 કરોડની કામગીરીને બહાલી આપવામાં આવી હતી.આ બોર્ડ બેઠકમાં રૂડાના ચેરમેન તથા મ્યુનિસિપલ કમિશ્નર આનંદ પટેલ, કલેકટર પ્રભવ જોષી, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, પ્રાદેશીક કમિશ્નર ધીમંતકુમાર વ્યાસ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ પ્રવિણાબેન રંગાણી, રૂડાના સી.ઈ.એ. આર.એસ.ઠુમર, મુખ્ય નગર નિયોજકના પ્રતિનિધિ તરીકે કે. એસ. સુમાર તથા RMCના સીટી એન્જી. એચ.યુ.દોઢીયા હાજર રહેલ હતાં


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.