હળવદ પંથકમાં કમળાનો રોગચાળો વકર્યો આરોગ્ય વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/bipqfjxwti4xpmrc/" left="-10"]

હળવદ પંથકમાં કમળાનો રોગચાળો વકર્યો આરોગ્ય વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી


હળવદમાં શહેરી વિસ્તારમાં કમળા ના જુદા જુદા વિસ્તારમાં કેસ ની માહિતી મળતા આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિકના ધોરણે રોગચાળો વકરે નહીં તેના આગમચેતી પગલા રૂપે 31 ટીમ ઉતારી શહેરી વિસ્તારમાં સર્વે કામગીરી હાથ ધરવામાં આવેલ અને આ કામગીરી અગામી ત્રણ દિવસ સુધી ચાલુ રાખી સમગ્ર હળવદ સહેરી વિસ્તાર ને આવરી લેવામાં આવશે તારીખ17/1/2024 ના રોજ ટીમ દ્વારા કુલ 2893 જેટલા ઘર આવરી લીધેલ અને જેમાં 13,251 જેટલી વસ્તીનો સમાવેશ થાય છે અને જુદા જુદા 175 સ્થળે કલોરિન ટેસ્ટ કરેલ અને બે જેટલા લાઈન લીકેજ શોધી કાઢી રીપેર કરાવવા માટે નગરપાલિકામાં જાણ કરેલ તેમજ પાલિકા દ્વારા પાણી વિતરણ સંપમાં રેગ્યુલર ક્લોરીનેશન થાય તેની પણ પાલિકાને જાણ કરવામાં આવેલ તથા આજ રોજ કમળાના 6 જેટલા દર્દી મળેલ તથા અન્ય વાયરલ તાવના પાંચ જેટલા દર્દી મળેલ તેમજ ટીમ દ્વારા સ્કૂલમાં જઈ બાળકોને પણ આરોગ્ય શિક્ષણ આપવામાં આવેલ તથા લોકોને ઘેર ઘેર આરોગ્ય શિક્ષણ આપવામાં આવેલ જેમાં પીવાનું પાણી ઉકાળીને પીવું, તાજો ખોરાક લેવો, બહારનું ખાવાનું ટાળવું તેમજ જો કમળાના લક્ષણો જણાઈ તો નજીકના સરકારી દવાખાને જઈ સારવાર લેવી
આમ લોકોનું આરોગ્ય જળવાઈ રહે તેમજ કમળાના કેસો વધુ માથું ના ઉચકે તેના આગમચેતી ભાગરૂપે હળવદ તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી કરાઈ હતી.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]