ગીર સોમનાથ: ૮૦+ની વય ધરાવતા મતદારો પણ ઉમંગપૂર્વક કરી રહ્યાં છે મતદાન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/bim3sv74kczqflwv/" left="-10"]

ગીર સોમનાથ: ૮૦+ની વય ધરાવતા મતદારો પણ ઉમંગપૂર્વક કરી રહ્યાં છે મતદાન


ગીર સોમનાથ, તા.૦૧: ગીર સોમનાથ જિલ્લામાં લોકશાહીનો સ્તંભ વધુને વધુ મજબૂત બને તે માટે ૮૦+ની વય ધરાવતા મતદારો પણ ઉમંગપૂર્વક મતદાન કરી રહ્યાં છે. જિલ્લાના તાલાલા ખાતે ચંદુલાલભાઈ જોશી (ઉ.વ.૮૩) અને દિનકરરાય.બી.ભટ્ટ (ઉ.વ.૮૪) એ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી વયોવૃદ્ધ મતદારો માટે જિલ્લા ચૂંટણીતંત્ર તરફથી કરાયેલી સહાયકો ઉપરાંતની તમામ વ્યવસ્થાઓ માટે હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

વયોવૃદ્ધ મતદાર ચંદુલાલભાઈ જોશીએ ચૂંટણીને લોકશાહીનો અમૂલ્ય અવસર ગણાવી ઉત્સાહપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને નિષ્ઠાપૂર્વક સહાયક તરીકેની કામગીરી કરતા કર્મચારીઓનો પણ આભાર માની સમગ્ર ચૂંટણીપ્રક્રિયાનું સુવ્યવસ્થિત આયોજન કરવા માટે ચૂંટણીતંત્રના કાર્યને પણ બીરદાવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]