બિહારના કૃષિ મંત્રી સુધાકર સિંહ પર 'ચોખાના કોભાંડ'નો આરોપ, મંત્રીએ આ વાત કહી - At This Time

બિહારના કૃષિ મંત્રી સુધાકર સિંહ પર ‘ચોખાના કોભાંડ’નો આરોપ, મંત્રીએ આ વાત કહી


- કૃષિ મંત્રી સુધાકર સિંહે તેમના પર લાગેલા તમામ આરોપોને નકારી કાઢ્યા છેપટના, તા. 18 ઓગષ્ટ 2022, ગુરૂવારબિહારમાં નીતિશ કુમારની આગેવાની હેઠળની મહાગઠબંધન સરકાર સતત વિવાદોમાં ઘેરાયેલી છે. કાયદા મંત્રી કાર્તિકેય સિંહ બાદ હવે કૃષિ મંત્રી સુધાકર સિંહ વિવાદમાં આવ્યા છે. સુધાકર સિંહ પર 2013માં કરોડો રૂપિયાના ચોખાની ઉચાપત કરવાનો આરોપ છે. આ કૌભાંડનો મામલો નીતીશ કુમારના નેતૃત્વવાળી NDA સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. જોકે, સુધાકર સિંહે પોતાના પર લાગેલા તમામ આરોપોને ખોટા ગણાવ્યા છે.-શું મામલો છે?સુધાકર સિંહ વરિષ્ઠ આરજેડી નેતા અને પ્રદેશ અધ્યક્ષ જગદાનંદ સિંહના પુત્ર છે. તેઓ બક્સરની રામગઢ સીટથી ધારાસભ્ય છે. 2013માં નીતિશ કુમારના શાસન દરમિયાન તેમના પર ચોખાની ઉચાપત કરવાનો આરોપ લાગ્યો હતો. તેમની સામે રામગઢ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયેલ છે. આરોપ મુજબ સુધાકર સિંહની રાઈસ મિલને સરકાર સાથે ચોખા પ્રોસેસિંગ કરાર કર્યો હતો. સરકાર તરફથી આવતા ચોખાની ઉચાપત કરી હતી. આ કૌભાંડમાં 80થી વધુ FIR નોંધવામાં આવી હતી જેમાં અનેક લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા.- સુધાકર સિંહે 'ચોખાના કોભાંડ'નો ઈનકાર કર્યોકૃષિ મંત્રી સુધાકર સિંહે તેમના પર લાગેલા તમામ આરોપોને નકારી કાઢ્યા છે. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે ગુરૂવારે કહ્યું હતું કે, આ આરોપ સાચો નથી. આ અંગે કોર્ટ નિર્ણય કરશે. અત્યાર સુધી સુનાવણી અમારી તરફેણમાં છે. હાઈકોર્ટે કહ્યું હતું કે, આ મામલે સરકારને ફટકાર લગાવવામાં આવી છે. કોર્ટે કહ્યું હતું કે, રાઈસ મિલોને પ્રોસેસિંગ માટે જે ચોખા મળ્યા હતા તે પરત લાવવાની સરકારની ફરજ છે. સરકારની બેદરકારી છે કે, તેમણે ચોખા પાછા લીધા નહોતા.કૃષિ મંત્રીએ કહ્યું હતું કે, જે સમયે આ કેસ નોંધાયો હતો તે સમયે બિહારમાં ભાજપ ગઠબંધનની સરકાર હતી. ભાજપના લોકો પેપર જોયા વગર જ હોબાળો કરી રહ્યા છે. આ મામલા ભાજપ સમર્થિત સરકારના છે. જે કંઈ કાર્યવાહી કરવાની હતી તે કરી ચૂક્યા છીએ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.