ટ્રમ્પની ભારતની 36 કલાકની મુલાકાત પાછળ 38 લાખનો ખર્ચ થયો હતો, RTI હેઠળ સરકારે આપી જાણકારી - At This Time

ટ્રમ્પની ભારતની 36 કલાકની મુલાકાત પાછળ 38 લાખનો ખર્ચ થયો હતો, RTI હેઠળ સરકારે આપી જાણકારી


નવી દિલ્હી, તા. 18 ઓગસ્ટ 2022અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત યાત્રા પર કેન્દ્ર સરકારે 38 લાખ રુપિયાનો ખર્ચ કર્યો હોવાનો ખુલાસો એક આરટીઆઈના જવાબમાં થયો છે.વિદેશ મંત્રાલય તરફથી અપાયેલા જવામાં કહેવાયુ છે કે, ટ્રમ્પ અને તેમના પરિવારની 36 કલાકની સરકારી યાત્રા પર 38 લાખ રુપિયા ખર્ય થયો હતો. ટ્રમ્પે 24 અને 25 ફેબ્રુઆરી દરમિયાન અમદાવાદ,આગ્રા અને દિલ્હીની મુલાકાત લીધી હતી.ટ્રમ્પે અમદાવાદમાં 3 કલાક પસાર કર્યા હતા. 22 કિલોમીટરના રોડ શોમાં ભાગ લીધો હતો અને મોટેર સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ નામના કાર્યક્રમમાં હાજરી આપી હતી.ટ્રમ્પ બાદમાં આગ્રા ખાતે તાજમહેલ જોવા માટે ગયા હતા. એ પછી તેમણે દિલ્હીમાં પીએમ મોદી સાથે બેઠક યોજી હતી.વિદેશ મંત્રાલયનુ કહેવુ છે કે, ટ્રમ્પ પરિવારની મુલાકાત પાછળ થયેલા ખર્ચમાં ભોજન, સુરક્ષા , હોટલ, હવાઈ મુસાફરી વગેરેનો ખર્ચ સામેલ છે.મિશાલ ભઠેના નામના વ્યક્તિએ આરટીઆઈ કરીને જાણકારી માંગી હતી. વિદેશ મંત્રાલયનુ કહેવુ છે કે, કોરોનાના કારણે આ બાબતની જાણકારી આપવામાં મોડુ થયુ છે પણ જે માહિતી આપવામાં આવી છે તે સંતોષજનક છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.