સંતરામપુર ST નિગમ દ્વારા આદિવાસી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સેમિનાર યોજાયો - At This Time

સંતરામપુર ST નિગમ દ્વારા આદિવાસી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સેમિનાર યોજાયો


S T નિગમ સંતરામપુર, તેમજ આદિવાસી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, સંતરામપુરના NSS યુનિટ દ્વારા આજ તા-10/01/23 ના રોજ એસ ટી નિગમની વિવિધ સેવાઓ અંગે જાણકારી આપવામાં આવી.
આ પ્રસંગે સંતરામપુર ડેપો મેનેજર શ્રી દિલીપભાઈ પરમાર ,તેમજ ડામોર ઉપસ્થિત રહ્યા હતા.શ્રી દિલીપભાઈએ તેમજ ડામોર ભાઈએ જણાવ્યું હતુંકે નિગમ તરફથી મુસાફરો માટે અનેક સેવાઓ ઉપલબ્ધ છે.જેમકે વિદ્યાર્થીઓ માટે કંશેસન પાસ, શાળા કોલેજના વિદ્યાર્થીઓ ના પ્રવાસ માટે ભાડાના 25 ટકા રાહત,ચારથી વધુ ટિકિટના બુકિંગ પર 10 ટકા રાહત,સિનિયર સીટીઝન માટે ટિકિતમાં 50 ટકા રાહત તેમજ કેન્સર જેવી ગંભીર બીમારી માટે ફ્રી મુસાફરી પાસ, સરકારી નોકરી માટેની પરીક્ષામાં જતા ઉમેદવારો માટે રાહત વગેરે અનેક સેવાઓની માહિતી વિદ્યાર્થીઓને આપી હતી.
આ બધીજ સેવાઓનો વિદ્યાર્થીઓ તેમજ નાગરીકો લાભ લે ,અને આ જાણકારી વધુને વધુ લોકો સુધી પહોંચે તેમ જણાવ્યું હતું.તેમજ ST નિગમની વિવિધ સેવાની જાણકારી આપતા પેમ્પ્લેટ ની કોપી વિતરણ કરવામાં આવી હતી.
કાર્યક્રમનુ આયોજન NSS પોગ્રામ ઓફિસર પ્રો એ જી ઠાકોર તેમજ પ્રો શકુન્તલા બેન બલાત દ્વાર કરવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.