અમદાવાદ શહેરમાં ઢોર રાખતા માલધારીઓ પોતાના અધિકાર માટે આકરા પાણીએ જોવા મળ્યા. - At This Time

અમદાવાદ શહેરમાં ઢોર રાખતા માલધારીઓ પોતાના અધિકાર માટે આકરા પાણીએ જોવા મળ્યા.


અમદાવાદ ખાતે માલધારી સમાજ ના અગ્રણીઓ દ્વારા ગત રોજ AMC ના સત્તાધીશો ને સમાજ ની ઢોર ઢાંકર પોતાના વાડામાં રાખવા મંજૂરી બાબતે બેનરો સાથે સૂત્રોચાર અને વિરોધ વચ્ચે પોતાની રજૂઆત કરી હતી અને છેલ્લી ચીમકી નીચે મુજબ જાહેર કરવામાં આવી હતી,

માલધારી સમાજની માંગણીઓ : -

ટેક્ષ બીલ,લાઈટ બીલ,વેચાણ કરાર ભાડા કરાર,જેવા પુરાવાના આધારે ઘરે તથા વરંડામાં પશુ રાખવાનુ લાયસન્સ કે મંજૂરી આપવી જોઈએ,

આવેદન પત્ર :-

તા.ર૮/૧૧/૨૦૨૩
આપના દ્વારા માત્ર દુધ વેચનારને દસ્તાવેજ વાળી જગ્યા જોઈએ તેવુ ફોર્મ માં દર્શાવ્યામાં આવુ છે તો આ માત્ર દુધનો ધંધો કરતા ને જ લાગુ પડે કે કટલરી ની દુકાનદારને, પાર્લર ની દુકાનદાર ને,કરીયાણાની દુકાનદારોને, તેમજ કોઈ મોટા શો-રૂમ વાળાને લાગુ પડે,

અ.મ્યુ.કો.દ્વારા વર્ષ ૨૦૧૫ થી વર્ષ ૨૦૨૧ સુધી અમારી જોડે થી પશુ દિઠ રજીસ્ટ્રેશન નોંધણી કરવાના રૂા.ર૦૦/- લેખે આપ દ્રારા લઈને અમોને અ.મ્યુ.કો.ને પૈસા ભર્યાની રસીદો આપવામાં આવેલ છે તો અમારૂ રજીસ્ટ્રેશન માન્ય રાખવો અથવા અમારા રૂા.ર૦૦/ લેખે કરોડો રૂપિયા જમા છે જે રસીદોના આધારે પરત આપો,

દિન પ્રતીદીન અમદાવાદ શહેરમાં ગામડાઓ ભેડવાના બંધ કરો વર્ષ ૨૦૨૧ માં અમદાવાદ શહેરમાં ૩૪ ગામો ભેડવેલા મુકત કરો અથવા પશુપાલકોની વસાહતો બનાવીને આપના નિયમ મુજબ પશુપાલકો જોડે નાણા વસુલ કરી નવી વસાહતો ઉભી કરો,

રોડ રસ્તા ઉપર આવતા પશુઓને ડબ્બામાં પુરો જેથી નિર્દોષ રાહદારીઓને અકસ્માત નો ભોગના બને આ આંદોલન રોડ ઉપર રખડતા પશુ માટે નથી એવું પશુપાલન બચાવો સંમિતિ ના પ્રમુખ નાગજીભાઈ દેસાઈ એ મિડિયા ના માધ્યમ થી સરકાર સુંધી પોતાની રજુઆત પહોચાડી હતી અને જો આવતા સોમવાર સાંજ સુંધી માલધારી સમાજ ની ઢોર રાખવા બાબતે માંગણીઓ AMC સત્તાધીશો દ્વારા નહીં સ્વીકારાય તો મંગળવારે અમદાવાદ મેયર અથવા ગાંધીનગર મા.મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના બંગલે માંગણીઓ સાથે માલધારી સમાજ ના લોકો પહોંચી પોતાની માંગણીઓ ની રજૂઆત કરશે.

પશુપાલન બચાવો સમિતિ

પ્રમુખ :- નાગજીભાઈ દેસાઈ મો.૯૬૮૭પર૩૫૮૮
કાર્યલય:- ૧૦૩,કેસર નિવાસ,ચોઈસ ઈલેકટ્રોનિકસ ની બાજુમાં,બાપુનગર ચાર રસ્તા,અમદાવદ.૩૮૦૦૨૪

Report by :- Keyur Thakkar Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.