સરલામા તમામ ગેરકાયદેસર દબાણ હટાવવા સાથે દબાણ દૂર કરેલ જમીન પંચાયતને ફાળવવા રજુઆત
હાઈસ્કૂલ અને PHC માટે દબાણ દૂર કરેલ જમીનની માંગણી કરતા સરપંચ
મુળીના સરલાના સરપંચ રાજુભાઈ મટુડીયાએ જણાવ્યું હતું કે મામલતદાર મુળી દ્વારા સ.નં.૧૦૪ મા જે આશરે ૧૩૦૦ વારનું દબાણ દુર કરવામાં આવેલ છે તે માટે મામલતદારનો આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે આ જમીન ઉપર ધોરણ ૧૧-૧૨ ની સ્કુલ માટે અને પી.એચ.સી. સેન્ટર માટે જમીન ફાળવવામાં આવે તો સમગ્ર સરલા ગ્રામજનોને ઉપયોગ થઈ શકે તેમ છે સરલા પંચાયત દ્વારા આ બાબતે લેખિત રજુઆત કરવામાં પણ આવેલ છે પરંતુ અન્ય ઈશમોના દબાણ ના કારણે જમીન ફાળવવામાંમાં વિલંબ થતો હોય ત્યારે ગત ૧૩ માર્ચના રોજ આ દબાણ દૂર કરવામાં આવેલ હોય અને જમીન ખુલ્લી થયેલ છે ત્યારે સ્કુલ દવાખાના માટે સરલા પંચાયતને આ જમીન કબજો આપવામાં આવે તો સારી સ્કુલ બની શકે તેમ છે રાજુભાઈ સરપંચએ જણાવ્યું હતું કે જે પણ ગેરકાયદેસર દબાણ હોય તે હટાવવા જ જોઈએ આ ગામતળ માં આવતી નથી માટે અમો કોઈ કાર્યવાહી કરવા સક્ષમ નથી આ સ.નં.૧૦૪ ની જમીન પર દબાણ હોય જે મામલતદાર કચેરી હેઠળ આવે છે સરકારની માલિકી ધરાવે છે ત્યારે આ જમીન લોક ઉપયોગી કાર્યોમાં ફાળવણી કરવામાં આવે તેમ જણાવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.