અયોધ્યામાં મક્કા અને વેટિકન સિટીના રેકોર્ડ તૂટ્યા, 48 દિવસમાં આટલા લોકોએ કર્યા રામલલાના દર્શન
અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં ભગવાન રામલલા બિરાજમાન થયા ત્યારબાદ અયોધ્યાનો જૂનો વૈભવ પાછો આવી રહી છે. ત્રેતાની અયોધ્યાની પરિકલ્પના સાકાર થતી નજર આવી રહી છે અને હાલના દિવસોમાં દેશ-વિદેશના રામભક્તો મોટી સંખ્યામાં રામનગરીમાં રામલલાના દર્શન કરવા માટે આવી રહ્યા છે. રામ મંદિર ટ્રસ્ટે જણાવ્યું કે, દરરોજ લગભગ દોઢથી બે લાખ લોકો રામલલાના દર્શન કરી રહ્યા છે. રજાઓ દરમિયાન આ સંખ્યા અનેક ગણી વધી જાય છે. આ સાથે ત્રીજ-તહેવાર દરમિયાન પણ રામ ભક્તોની મોટી ભીડ જોવા મળે છે. રામ મંદિરની સાથે જ રામનગરી અયોધ્યા વિશ્વના નકશા પર સ્થાપિત થઈ ગઈ છે.
રામનગરી અયોધ્યા ધાર્મિક રાજધાની તરીકે ઉભરી રહી છે. ભગવાન રામલલા 22 જાન્યુઆરીના રોજ ભવ્ય રામ મંદિરમાં બિરાજમાન થયા હતા. ત્યારથી લાખોની સંખ્યામાં રામ ભક્તો રામનગરી પહોંચી રહ્યા છે. જો છેલ્લા 2 મહિનાની વાત કરીએ તો એક કરોડથી વધુ લોકોએ રામલલાના આશીર્વાદ લઈ ચૂક્યા છે. સમગ્ર વિશ્વમાં આટલી મોટી સંખ્યામાં ભક્તો કોઈ ધાર્મિક સ્થાને નથી પહોંચ્યા. ખ્રિસ્તીઓનું સૌથી મોટું ધાર્મિક સ્થળ વેટિકન સિટીની દર વર્ષે લગભગ 90 લાખ લોકો મુલાકાત લે છે જ્યારે સ્લિમોના સૌથી મોટા પવિત્ર સ્થળ મક્કામાં ગત વર્ષે 1 કરોડ 35 લાખ લોકોએ મુલાકાત લીધી હતી. રામ મંદિરની વાત કરીએ તો અંહી દરરોજ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે અને આવી સ્થિતિમાં માત્ર દોઢથી બે મહિનામાં જ લગભગ એક કરોડ લોકોએ રામલલાના આશીર્વાદ લીધા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.