બાલાસિનોર તાલુકા /શહેર ભાજપ ની કારોબારી બેઠક યોજાઈ - At This Time

બાલાસિનોર તાલુકા /શહેર ભાજપ ની કારોબારી બેઠક યોજાઈ


બાલાસિનોર નગરપાલિકા હોલ મુકામે બાલાસિનોર તાલુકા ભાજપ કારોબારી બેઠક યોજાતા જીલ્લા પ્રભારી શ્રી કનુભાઈએ કાર્યકર્તાને માર્ગદર્શન કર્યું હતું.

આ પ્રસંગે બાલાસિનોર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી માનસિંહ ચૌહાણ એ વિકસિત ભારત સંકલ્પ યાત્રા વિશે માર્ગદર્શન કર્યું હતું જ્યારે મહીસાગર જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ કાળુ સિંહ જે સોલંકી એ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના વિશે માર્ગદર્શન કર્યું હતું આ પ્રસંગે મહીસાગર જિલ્લા ભાજપ પ્રભારી કનુભાઈ પટેલ બાલાસિનોર વિધાનસભાના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ જિલ્લા મહામંત્રી જયેન્દ્રભાઈ બારોટ જિલ્લા ઉપપ્રમુખ જેઠાભાઈ વણકર જિલ્લા બક્ષીપંચ મોરચા પ્રમુખ કાળુસિંહ જે સોલંકી કિસાન મોરચાના પ્રમુખ દિનશા પટેલ મહિલા મોરચાના ઉપપ્રમુખ જયાબેન યુ ઠાકોર પ્રદેશ કારોબારી સદસ્ય અજમેલસિંહ પરમાર પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય ઉદેસિંહ ચૌહાણ બાલાસિનોર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રામસિંહ સોલંકી જિલ્લા ઉપપ્રમુખ તેમજ પત્રકાર છત્રસિંહ કે ચૌહાણ તાલુકા પંચાયત સદસ્ય જિલ્લા પંચાયત સદસ્ય અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ મહીસાગર


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.