ધંધુકા શહેરમાં અયોધ્યા થી આવેલ પ્રસાદીના કળશ ની ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું. - At This Time

ધંધુકા શહેરમાં અયોધ્યા થી આવેલ પ્રસાદીના કળશ ની ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું.


ધંધુકા શહેરમાં અયોધ્યા થી આવેલ પ્રસાદીના કળશ ની ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું.

શ્રી રામજન્મભૂમિ પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી 22 મી જાન્યુઆરી એ ભવ્ય ઉજવણી અંતર્ગત અયોધ્યા થી આવેલ પ્રસાદીના કળશ ની ભવ્ય શોભાયાત્રા નું આયોજન ધંધુકા ખાતે કરવામાં આવ્યું હતું

ધંધુકા શહેરમાં અયોધ્યા થી આવેલ કળશ નું ભારે ઉમળકા ભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ ધંધુકા ધોલેરા રોડ પર આવેલ મોટા હનુમાનજી મંદિરે થી
કળશ નું ડી જે નાં સથવારે અને ઢોલ વગાડી રામ ભક્તો દ્વારા વાજતે ગાજતે સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ત્યાં થી પુનિતનગર,નિલકંઠ સોસાયટી,
તુલશી પાર્ક,ભરતનગર રોડ ચામુંડા નગર ,યોગી કૃપા સોસાયટી, સંગાથ સોસાયટી સ્વામિનારાયણ સોસાયટી, શિવાલિક, ક્રિષ્ના સોસાયટી, મીરા સોસાયટી, માધવ સોસાયટી, સુંદરવન સોસાયટી, નંદનગર, શાંતિનગર, પ્રોફેસર સોસાયટી, કૈલાસ, એકતા સોસાયટી, ખોડીયાર નગર કૃષ્ણ બાગ સોસાયટી, આર્ય વિજય સોસાયટી, વૈષ્ણવ સોસાયટી, યોગી સોસાયટી, વિશ્વ જ્યોત સોસાયટી, મહાત્માનગર સોસાયટી, નીકળી હતી. મોટી સંખ્યા માં રામ ભક્તો અને મહિલાઓ આ ધાર્મિક કાર્યક્રમ માં જોડાયા હતા. ઠેર ઠેર ભારે ઉમળકા થી આ કળશ ની પૂજા આરતી કરી ભક્તો એ જાણે અત્યારે જ રામ જન્મ થયો હોય તેવી રીતે આ ક્ષણો ને વધાવી લીધી હતી.

રીપોર્ટર સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.