બ્રાઇટ ડે સ્કૂલના બાળકો દ્વારા રેલી કાઢી અને સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિની ઉજવણી - At This Time

બ્રાઇટ ડે સ્કૂલના બાળકો દ્વારા રેલી કાઢી અને સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિની ઉજવણી


મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે આવેલ બ્રાઇટ ડે સ્કૂલ ખાતે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી હતી.જયારે જેના ભાગરૂપે શહેરમાં રેલી યોજવામાં આવી હતી. જેમાં જેમાં શાળાના બાળકો હાથમાં બેનર લઈ રેલીમાં જોડાયા હતા. આમ લુણાવાડાની બ્રાઇટ ડે સ્કૂલ દ્વારા સ્વામી વિવેકાનંદની 160મી જન્મજયંતિ તેમજ યુવા દિન જાગૃતિના ઉપલક્ષમાં સ્કૂલના ધોરણ 6 થી 10 ના બાળકો દ્વારા લુણાવાડા નગરમાં ફુવારા ચોક, સોનીવાડ, હાઇકોર્ટ તેમજ કલેકટર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. નગરની તમામ જનતાને જાગૃત કરવા "'ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો"' જેવા સૂત્રોના ઉચ્ચારણથી નગરને ગજાવી જાગૃત કરવામાં આવ્યું. તેમજ વિવિધ પોસ્ટરો દ્વારા સ્વામીજીના મૂલ્યવાન સૂત્રો દ્વારા યુવા વર્ગને જાગૃત કરતા કર્તવ્ય નિષ્ઠ બની ધ્યેય પ્રાપ્તિ સુધી પોતે કમર કસી પોતાના કાર્યમાં તેમજ દેશહિતના કાર્યમાં હરહંમેશ જોડાયેલા રહેવા અપીલ કરી. તથા દરરોજ શારીરિક સ્વસ્થતા માટે કસરત, ધ્યાન, પ્રાણાયામ, યોગ જેવા કાર્યો પણ કરવા તેવા બેનરો સાથે રેલી યોજી આજના દિવસની ઉજવણી કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.