મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલ ઉખરેલી ગામની શાળા માં સિક્લસેલ એનીમિયા તપાસણી કેમ્પ યોજવામાં આવ્યો. - At This Time

મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલ ઉખરેલી ગામની શાળા માં સિક્લસેલ એનીમિયા તપાસણી કેમ્પ યોજવામાં આવ્યો.


મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલ ઉખરેલી ગામની શાળા માં સિક્લસેલ એનીમિયા તપાસણી કેમ્પ યોજવામાં આવ્યો

સિકલસેલ એનીમિયા કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત માનનીય સી. ડી. એચ. ઓ. શ્રી ડૉ.સી.આર.પટેલ, ઈ. એમ. ઓ શ્રી ડૉ.એન.એસ.ગોસાઈ, ટી. એચ. ઓ શ્રી ડૉ.વિજય.બી. ડામોર અને એપેડેમોલોજીસ્ટ ડૉ. હનીફ શેખના માર્ગદર્શન હેઠળ એસ.આર. વિદ્યાલય ઉખરેલી ખાતે સિકલસેલ તપાસણી કેમ્પ યોજવામાં આવ્યો હતો.
આ કેમ્પ મા શાળાના કુલ - ૩૭૪ વિદ્યાર્થીઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું જેમાથી ૩૧ વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા તેઓનું કાઉન્સેલિંગ કરી HPLC ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા.

આ કેમ્પમાં મેડિકલ ઓફિસર ડૉ.નિકુંજ ડામોર,ડૉ. મૈત્રી પ્રજાપતિ લેબટેકનેશિયનશ્રી મિતેષ સંગાડા, રોશની પ્રજાપતિ, ખીલનભાઈ,હીમાંશુભાઈ સિકલસેલ કાઉન્સેલરશ્રી નિકુંજ પરમાર MPHS પી.સી.તાવીયાડ, FHS રાજુલાબેન,MPHW મન્સૂરી ભાઈ,રમેશભાઈ FHW બહેનો તેમજ આશા બહેનો તેમજ શાળાના આચાર્યશ્રી ભાવેશભાઈ અને શિક્ષક શ્રી ઓ સૌએ મળી કેમ્પ ને સફળ બનાવ્યો હતો

ડૉકટર શ્રી ઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સિકલસેલ એનિમિયા બીમારી વારસાગત હોય તેને અટકાવવા તપાસણી કરી રોગને અટકાવવા માટે નિદાન માટેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.