વિજયનગરમાં નાસ્તાની દુકાનમાં ગેસની બોટલબ્લાસ્ટઃ ત્રણ ફાયર ફાયટરે પાણીનો મારો ચલાવીને બે કલાકની ભારે જહેમત બાદ આગ બુઝાવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ama0no387obasudd/" left="-10"]

વિજયનગરમાં નાસ્તાની દુકાનમાં ગેસની બોટલબ્લાસ્ટઃ ત્રણ ફાયર ફાયટરે પાણીનો મારો ચલાવીને બે કલાકની ભારે જહેમત બાદ આગ બુઝાવી


સાબરકાંઠા જિલ્લાના વિજયનગરમાં આજે બજાર વિસ્તારના કલાલ ફળિયામાં નાસ્તાની દુકાનમાં પાછળના મકાનમાં ગેસની બોટલ લીક થતાં લાગેલી આગ બાદ બ્લાસ્ટ થયો હતો. ઇડર અને ખેડબ્રહ્મા ફાયર વિભાગે આગ બુઝાવી હતી. આ અંગે વિજયનગર પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ નોધાઇ છે.

આ અંગેની વિગત એવી છે કે, વિજયનગરમાં બજાર વિસ્તારમાં કલાલ ફળિયામાં શુક્રવારે સવારે અચાનક હરીઓમ નાસ્તા હાઉસની પાછળના મકાનમાં ગેસની બોટલ લીક થતાં આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ લેતા વિજયનગરમાં બજાર વિસ્તારમાં દૂરથી આકાશમાં આગના ગોટે ગોટા જોવા મળ્યા હતા. ત્યાર બાદ આસપાસના લોકો ઉપરાંત પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી હતી અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. તો ગેસની બોટલ લીકેઝ બાદ આગ લાગી હતી. જેને લઈને હોટલમાં કામ કરતા બે જણા બહાર સુતા હતા. આગની જાણ થતાં તેઓ બહાર નીકળી ગયા હતા. આગ બાદ ગેસની બોટલ બ્લાસ્ટ થતાં નુકશાન થવા પામ્યું હતું. આગને લઈને હોટલનો સરસામાન અને પાછળનું મકાન ભસ્મીભૂત થઇ ગયું હતું.

ઇડરથી બે અને ખેડબ્રહ્માથી એક એમ ત્રણ ફાયર ફાયટર ઘટનાસ્થળે આવી પહોંચીને પાણીનો મારો ચલાવીને બે કલાકે ભારે જહેમત બાદ આગ બુઝાવી હતી. આગથી હોટલમાં માલસામાન બળીને ભસ્મીભૂત થઇ ગયો હતો. જેને લઈને અંદાજીત પાંચ લાખ જેટલું હોવા અંગે વિજયનગર પોલીસ સ્ટેશનમાં હરિઓમ હોટલના માલિક ભીખાભાઈ કલાલએ જાણવાજોગ ફરિયાદ નોધાવવા પહોંચ્યા હતા. જેથી પોલીસે જાણવાજોગ નોંધવાની તજવીજ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]