હવે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં સનાતન ધર્મનુ શિક્ષણ અપાશે - At This Time

હવે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં સનાતન ધર્મનુ શિક્ષણ અપાશે


લખનૌ, તા. 03 ઓગસ્ટ 2022 બુધવાર અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં હવે સનાતન ધર્મનુ પણ શિક્ષણ આપવામાં આવશે. એએમયુના શતાબ્દી વર્ષ સમારોહ અંતર્ગત આયોજિત કરવામાં આવેલા વર્ચ્યુઅલ સમારોહમાં પીએમ મોદીની પ્રશંસા બાદ ઈસ્લામિક સ્ટડી ડિપાર્ટમેન્ટે હવે સનાતન ધર્મનો અભ્યાસ તરફ આગળ વધ્યા છે. વિભાગ હવે નવો કોર્સ શરૂ કરવા જઈ રહ્યો છે, જેના દ્વારા વિદ્યાર્થીઓને સનાતન ધર્મ પણ ભણાવવામાં આવશે.એએમયુના ઈસ્લામિક સ્ટડી ડિપાર્ટમેન્ટના ચેરમેનએ જણાવ્યુ કે વિભાગમાં હવે કમ્પ્રેટિવ રિલીજન કોર્સ શરૂ કરવામાં આવી રહ્યો છે. આ કોર્સ દ્વારા ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓને સનાતન ધર્મનો અભ્યાસ કરાવવામાં આવશે. આ સાથે જ અન્ય વિભિન્ન ધર્મોનુ જ્ઞાન પણ આપવામાં આવશે. એએમયુના શતાબ્દી વર્ષ સમારોહ અંતર્ગત આયોજિત કરવામાં આવેલા વર્ચ્યુઅલ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ત અતિથિ તરીકે સામેલ થયા હતા. આ દરમિયાન પીએમએ એએમયુના ઈસ્લામિક સ્ટડી ડિપાર્ટમેન્ટના વખાણ કર્યા હતા. પીએમ મોદીએ કહ્યુ હતુ કે વિદેશી વિદ્યાર્થીઓને ભારતની સંસ્કૃતિથી વાકેફ કરવા જોઈએ. જે અંતર્ગત વિભાગ હવે કમ્પ્રેટિવ રિલીજન નામનો નવો કોર્સ શરૂ કરી રહ્યો છે.આગામી શૈક્ષણિક સત્રથી શરૂ કરાશે કોર્સઆ કોર્સમાં વિદ્યાર્થીઓને સનાતન ધર્મનુ શિક્ષણ આપવાની સાથે અન્ય ધર્મ વિશે પણ જણાવવામાં આવશે. કોલેજના અધિકારીઓનુ કહેવુ છે કે કોર્સ આગામી શૈક્ષણિક સત્રથી વિભાગમાં શરૂ કરાશે. આની પર બોર્ડ ઓફ સ્ટડી અને એકેડેમિક કાઉન્સિલમાં ચર્ચા થઈ ગઈ છે. હવે મહોર લાગવાનુ બાકી છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.