હિંમતનગરના અરજણપુરા પાસેથી ગાંભોઈ પોલીસે દેશી બનાવટની બે બંદૂકો,તિરકામંઠા સહિતના હથિયારો સાથે આંઠ શખ્સોને ઝડપી લીધા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/alce8sno1lpmvufx/" left="-10"]

હિંમતનગરના અરજણપુરા પાસેથી ગાંભોઈ પોલીસે દેશી બનાવટની બે બંદૂકો,તિરકામંઠા સહિતના હથિયારો સાથે આંઠ શખ્સોને ઝડપી લીધા


રિપોર્ટ મંજુર ખણુસિયા સાબરકાંઠા-હિંમતનગર દ્વારા
હિંમતનગરના અરજણપુરા પાસેથી ગાંભોઈ પોલીસે દેશી બનાવટની બે બંદૂકો,તિરકામંઠા સહિતના હથિયારો સાથે આંઠ શખ્સોને ઝડપી લીધા

હિંમતનગરના ગાંભોઇ પોલીસે અરજણપુરા પાટીયા પાસે વાહન ચેકીંગ દરમિયાન જીપમાં બેઠેલા 8 શખ્સોને દેશી બનાવટની બે બંદૂકો,તિરકામંઠા,ધારીયું સહિતના હથીયારો સાથે ઝડપી લઇ ગાંભોઇ પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે ગાંભોઇ પોલીસ સ્ટેશનથી મળેલ માહિતી મુજબ ગાંભોઈ પોલીસની ટીમ ખેડ અરજણપુરા પાટીયા પાસે ઉભા રહી નાકાબંધી કરી વાહન ચેકીંગ કરી રહી હતી.દરમિયાન અચાનક એક જીપ આવતા ચાલકને ઉભો રહેવા ઇશારો કર્યો હતો.કમાન્ડર જીપનો ડ્રાઇવર ગાડી ઉભી કરી નાસવા લાગ્યો હતો.જેને લઈને પોલીસ સ્ટાફના રાજેન્દ્રસિંહે તેમનો પીછો કરતા રાત્રીમાં અંધારાનો લાભ લઇ ડ્રાઇવર ખેતરોમાં નાસી ગયો હતો.કમાન્ડર ગાડીમાં તપાસ કરતા અન્ય 8 ઇસમો હથિયારો લઇને બેઠેલા હતા.જેથી પોલીસે વધુ પુછપરછ કરી હતી અને આ શખ્સો ભેગામળીને કોઇપણ જગ્યાએ લુંટ અથવા ધાડ પાડવાના ઇરાદે નિકળ્યા હોવાની શંકા જણાઇ હતી. જેથી ગાંભોઇ પોલીસે કમાન્ડર જીપ નંબર GJ-4D-6146 તથા ફૂલ્લીદાર એક નાળીની દેશી બનાવટની બે બંદુકો જેની કિંમત રૂ.10,000, બે ફરશી રૂ.100 , ધારીયુ કિં રૂ 200, તીર કામઠાઓ મળી કુલ 1,10,300 ના મુદ્દામાલ સાથે ઝડપાયેલા 8 આરોપીઓની વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]