માળીયા હાટીના પોલીસ સ્ટેશનના નવા પીએસઆઇ એ જુગાર બાદ ઈંગ્લીશ દારૂ પકડતા જુગારીઓ તેમજ બુટલેગરોમાં ફફડાટ - At This Time

માળીયા હાટીના પોલીસ સ્ટેશનના નવા પીએસઆઇ એ જુગાર બાદ ઈંગ્લીશ દારૂ પકડતા જુગારીઓ તેમજ બુટલેગરોમાં ફફડાટ


માળીયા હાટીના પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ બી.કે.ચાવડાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ કમલેશભાઈ ડાંગર, હિતેશભાઈ બલદાણીયા, મૂકેશભાઈ ડાભી, ભાવેશભાઈ કિંદરખેડીયા મળેલ સંયુકત રીતે ખાનગી બાતમી આધારે માળીયા હાટીના મોટા પુલ પાસે પેટ્રોલિંગ દરમ્યાન જસાપરા વિસ્તારમાં પ્રાથમિક શાળા પાસે કિશોર ખીમાં ડાભીના રહેણાંક મકાને ભારતીય બનાવટ ઇંગ્લીશ દારૂ રોયલ ચેલેન્જ ક્લાસિક 750 ml નંગ 4 રૂપિયા 1600/અને ઓલસીઝન્સ ગોલ્ડન કલેકશન રિઝર્વ 750 ml નંગ 6 રૂપિયા 2400/ આમ કુલ 10 બોટલ રૂપિયા 4000/અને મોબાઈલ નંગ 1 કિંમત 5000/ આમ કુલ મુદ્દામાલ સહિત રૂપિયા 9000/ નો મુદ્દામાલ સાથે કિશોર ખીમાં ડાભીની ધરપકડ કરી તેમજ એક આરોપી મળી ન આવતા કુલ 2 આરોપીઓ વિરૂધ્ધ માળીયા હાટીના પોલીસ સ્ટેશનમાં પ્રોહી એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.