ધુળેટીએ રાહદારીઓ પર કલર ફેંકનાર સામે કેસ થશે - At This Time

ધુળેટીએ રાહદારીઓ પર કલર ફેંકનાર સામે કેસ થશે


પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું

પોલીસ ખાનગી ડ્રેસમાં જાહેર સ્થળોએ વોચ રાખશે

હોળી-ધુળેટીના તહેવાર પર કેટલાક શખ્સો છાકટા બનીને રાહદારીઓ પર કલર ઉડાડતા હોય છે તેમજ પાણી ભરેલા ફુગ્ગાઓ યુવતીઓ પર ફેંકીને છેડતી કરતા હોવાના કિસ્સા પણ અગાઉ બન્યા છે, ત્યારે આગામી ધુળેટીના તહેવાર પર આવી પ્રવૃત્તિ કરનારાઓ સામે પોલીસની તવાઇ ઉતરશે, પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કરી રાહદારીઓ પર કલર કે પાણી ભરેલા ફુગ્ગા ફેંકવા પર પ્રતિબંધ મુક્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.